National

‘દેશમાં ઇમરજન્સી લાદો..’, કેજરીવાલની પીટીશન પર કોર્ટ ગુસ્સે ભરાયું, 1 લાખનો દંડ ફટકાર્યો

નવી દિલ્હી: આબકારી દારૂ નીતિ કૌભાંડ (Excise liquor policy scam) સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં (Money Laundering Case) તિહાર જેલમાં બંધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને (Arvind Kejriwal) ફરી ઝટકો લાગ્યો છે. અસલમાં જેલની અંદરથી સરકાર ચલાવવાની પરવાનગી માંગતી તેમની અરજી હાઇ કોર્ટ નકારી હતી. તેમજ નારાજગી વ્યક્ત કરી હતી.

અસલમાં દિલ્હી હાઇ કોર્ટે કેજરીવાલની એક PIL નકારી હતી. આ PILમાં માંગ કરવામાં આવી હતી કે અરવિંદ કેજરીવાલને જેલમાંથી જ સરકાર ચલાવવા માટે ખાસ પ્રકારની સુવિધા આપવામાં આવે. આ સાથે જ દેશમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની તમામ ખબરો ઉપર પણ રોક લગાવવામાં આવે. આ મામલે કોર્ટે ફક્ત PIL જ નહીં નકારી ,પરંતુ આ PIL દાખલ કરનાર વકીલ વિરુદ્ધ પણ કાર્યવાહી કરતા તેમને 1 લાખનો દંડ ફટકાર્યો હતો. તેમજ દિલ્હી હાઈકોર્ટે (High Court) પૂછ્યું હતું કે, શું આપણે ઈમરજન્સી લાદવી જોઈએ? કે દેશમાં માર્શલ લોની જરૂર છે?

સમગ્ર મામલે અરજદાર અને એડવોકેટ શ્રીકાંત પ્રસાદને રૂ. 1 લાખનો દંડ ફટકારતી વખતે હાઈકોર્ટે કહ્યું હતું કે અરજી મેન્ટેનેબલ નથી. કાર્યવાહક ચીફ જસ્ટિસ મનમોહન સિંહ અને જસ્ટિસ મનમીત પીએસ અરોરાની બેન્ચે કહ્યું કે તેઓ મીડિયાને પોતાના મંતવ્યો પ્રસારિત ન કરવા માટે ન તો સેન્સરશિપ લાદી શકે છે અને ન તો તે રાજકીય વિરોધીઓને કેજરીવાલના રાજીનામાની માંગ કરતા નિવેદનો કરતા રોકી શકે છે.

‘શું આપણે દેશમાં માર્શલ લૉ લાદવો જોઈએ?’- કોર્ટ
ચીફ બેન્ચે પૂછ્યું કે અમે પ્રેસ અને રાજકીય હરીફો સામે પ્રતિબંધિત આદેશ કેવી રીતે પસાર કરી શકીએ? અરજીમાં દિલ્હી સરકારને તિહાર જેલમાં કેજરીવાલને વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા મંત્રીઓ સાથે વાત કરવા સહિતની પૂરતી સુવિધાઓ આપવાનો નિર્દેશ આપવાની પણ માંગ કરવામાં આવી હતી, જેથી તેઓ જેલમાંથી તેમના મંત્રીઓ અને અન્ય ધારાસભ્યો સાથે વાતચીત કરી શકે અને દિલ્હી સરકારને માહિતી આપી શકે. તેમજ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર અસરકારક રીતે ચાલી શકે છે.

આ અરજીમાં એ પણ માંગ કરવામાં આવી હતી કે, કેજરીવાલ રાજીનામુ આપે અને દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા જેવા સમાચાર ઉપર પણ હાઇકોર્ટે રોક લગાવે. તેમજ આ અરજી બાદ કોર્ટે નારાઝગી વ્યક્ત કરી હતી, અને કહ્યું હતું કે શું દિલ્હીમાં ઇમરજન્સી કે સૈનીક શાસન (ફિલ્ડ માર્શક શાસન) લાગુ પાડી દઇયે?

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 21 માર્ચથી જેલમાં બંધ છે. તેમજ કથિત દારૂ કૌભાંડ કેસમાં જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી સતત જેલમાંથી જ સરકાર ચલાવવા માટે હઠ કરી રહ્યા છે. ત્યારે કોર્ટ તરફથી પણ તેમને વારંવાર નિરાશાનો સામનો કરવો પડી રહ્યો છે.

Most Popular

To Top