Vadodara

વડોદરા: બટાકા પૌવા ખાધા બાદ 15 બાળકોને ફૂડ પોઇઝન


ચૂંટણી દરમિયાન મળતા નાસ્તા ને આરોગતા 15 જેટલા કામદારોને ફૂડ પોઈઝન થતા સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે.
મહેસાણા નગર ગરબા ગ્રાઉન્ડ પાસે ચૂંટણી દરમિયાન 15 જેટલા લોકોએ વઘારેલા પૌવા આ રોગતા તેઓને અચાનક ઉલટી થવા લાગી હતી .જેથી તેઓ તાત્કાલિક સારવાર હેઠળ સયાજી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં લોકોએ પૌવા ખાતા ફૂડ પોઈઝન નો ભોગ બન્યા હતા
વડોદરામાં લોકસભાની ચૂંટણીનુ મતદાન ચાલું છે. ત્યારે એક તરફ ઘોમઘખતા તાપમાં લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા માટે પહોંચી રહ્યાં છે. ચૂંટણી ટાણે મતદાન મથક બહાર બુથ પર બેઠેલા લોકોને નાસ્તો ચા પીવડાવવાની એક પ્રથા છે. ત્યારે સ્વાભાવિક છે કે, આસપાસના લોકોને પણ ચા નાસ્તો કરાવવામાં આવે છે. તેવામાં બટાકા પૌઆ ખાધા બાદ 10થી 15 બાળકોને ફુડ પોઇઝનિંગની અસર થતાં તાત્કાલીક સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે.


મળતી માહિતી અનુસાર, ફતેગંજ પોલીસ સ્ટેશન સામે સુર્યનગર જ્યાં બુથ પર બટાકા પૌઆનુ વિતરણ કરાવમાં આવી રહ્યું હતુ. તે સમયે આસપાસમાં રહેતા શ્રમિકો અને તેમના બાળકો બટાકા પૌઆ ખાવા પહોંચી ગયા હતા. જે બાદ અચાનક તેમની તબીયત તથડતા 10થી 15 બાળકોને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યાં છે. જ્યાં હોસ્પિટલમાં હાલ તમામ બાળકોને તાત્કાલીક સારવાર આપવામાં આવી રહીં છે.

Most Popular

To Top