સૌથી વધારે કાલોલમાં 11.97 ટકા
લોકસભા ચૂંટણી માં 18 પંચમહાલ લોકસભા બેઠક પર મતદાનના પ્રથમ 9 કલાકના આંકડા સામે આવ્યા છે. સત્તાવાર જાહેરાત મુજબ પ્રથમ 7 થી 9 કલાકનું સરેરાશ મતદાન 9.16 ટકા નોંધાયું છે. 11.97 ટકા મતદાન સાથે 127 કાલોલ વિધાનસભા મતવિસ્તાર મોખરે છે.
18 પંચમહાલ લોકસભા બેઠકમાં સામેલ અન્ય વિધાનસભા મતવિસ્તારોમાં થયેલ મતદાનની ટકાવારી
126 ગોધરા 8.45 ટકા
119 ઠાસરા 7.08 ટકા
121 બાલાસિનોર 7.63 ટકા
125 મોરવા (હ) એસ. ટી. 10.67 ટકા
122 લુણાવાડા 8.44 ટકા
124 શહેર 10.44 ટકા
પંચમહાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારે પરિવાર સાથે કાલોલ તાલુકાના કરોલી ખાતે મતદાન કર્યું
લોકશાહી પર્વની ઉજવણી એટલે મતાધિકાર નો ઉપયોગ
આજે લોકશાહીમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજનાર છે જેમાં ગુજરાતમાં 25 લોકસભાની બેઠકો ઉપર મતદાન થનાર છે ત્યારે કાલોલ તાલુકાના કરોલી ગામની પ્રાથમિક શાળામાં ભાજપના 18 પંચમહાલ લોકસભા બેઠકના ઉમેદવાર રાજપાલ સિહ જાદવે પોતાના પરિવાર સાથે વહેલી સવારે મતદાન કરી વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો