જે.પી. રોડ પોલીસ મથક વિસ્તારમાંથી ગત તા. ૨૬ એપ્રિલ નારોજ મોટી માત્રામાં ગૌમાંસનું વેચાણ કરનારા ઇન્ધ્રીશ ઈસ્માઈલ કુરેશીને માલ – સમાન સાથે રંગે હાથે પોલીસે ઝડપી પાડ્યો હતો. જેના દ્વારા મુકવામાં આવેલી જામીન અરજી કોર્ટે નામંજૂર કરી હતી.
મૂળ તાંદલજા વિસ્તારમાં રહેતા ઇન્ધ્રીશ કુરેશી તેના પત્ની તેમજ અન્ય પાંચ બાળકો સાથે રહીને પોતાનું તેમજ પોતાના પરિવારજનોનું ગુજરાન ચાલવતા હતા. ગત તા. ૨૬ એપ્રિલ નારોજ બપોર દરમ્યાન જે.પી. પોલીસ દ્વારા તપાસના ધોરણે ગુપ્ત બાતમીને આધારે રેડ પાડતા તેમની પાસેથી મોટી સંખ્યામાં ગૌમાંસનો જથ્થો જડપી પાડીને તેની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુનાના અનુસંધાને તેને કોર્ટમાં હાજર કરી ચાર્જશીટ દાખલ કરી તેના માટેના રિમાન્ડ પૂર્ણ કરીને તેને હાલ સેન્ટ્રલ જેલ ખાતે મોકલવામાં આવ્યો હતો. બાદમાં આરોપી દ્વારા ગત તા. ૧ મેં નારોજ જામીન અરજી મુકવામાં આવી હતી. જેને વડોદરા કોર્ટે નામંજૂર કરી હતી.