Vadodara

તરસાલીમાં આધેડે ઝેરી પદાર્થ ભેળવી પરિવારને શેરડીનો રસ પીવડાવ્યો, પિતા- પત્નીના મોત, પુત્રની હાલત નાજુક

પોલીસે સોની પરિવારના સગા સબંધીઓ તથા સોસાયટીના રહીશોના નિવેદનો લેવા તજવીજ હાથ ધરી

આધેડે પોતે શેરડીનો રસ પીધો ન હોય પોલીસને શંકા ગઈ

ધરપકડ થશે તેવા ડરથી આધેડે જાતે પણ ઝેરી દવા ગટગટાવી એસએસજીમા દાખલ થઈ ગયો, પોલીસે તેની સામે પોલીસે મર્ડરનો ગુનો દાખલ કર્યો


પ્રતિનિધિ વડોદરા તા. 4

વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતા 52 વર્ષીય આધેડે શેરડીના રસમાં ઝેરી પદાર્થ ભેળવીને પોતાની પત્ની, પિતા અને પુત્રને પીવડાવી દીધા હતા. જ્યારે આ શેરડીનો રસ પોતે પીધો ન હતો. જેની અસર થતા પિતા અને પત્નીના મોત નીપજતા પોલીસની જાણ બહાર અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા હતા. જેથી પોલીસે નંદનવન સોસાયટીમાં જઈ તપાસ કરતા આધેડે જ ત્રણ જણાને ઝેરયુક્ત શેરડીનો રસ આપ્યો હોવાનું જાણવા મળતા પોતે પોલીસ સકાંજામાં આવ્યો હોય ધરપકડથી બચવા આધેડે જાતે પણ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. મકરપુરા પોલીસે આધેડ સામે ડબલ મર્ડર કેસનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી નંદનવન સોસાયટીમાં રહેતા ચેતનભાઇ સોની (ઉ . વ.52)શેરડીના રસનું કોલું ચલાવી ધંધો કરે છે. ચેતન સોની સાથે ઘરમાં તેમની પત્ની બિંદુ, પુત્ર આકાશ અને પિતા મનોહરભાઈ પણ રહેતા હતા. સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ ચેતન સોનીને 8 થી 10 લાખ રૂપિયાનું દેવું વધી જવાના કારણે છેલ્લા ઘણા સમયથી ટેન્શનમાં રહેતો હતો. દરમિયાન બુધવારે રાત્રિના સમયે ચેતન સોની એ શેરડીનો રસ પીવા ના બહાને પિતા પુત્ર અને પત્નીને રસમાં ઝેરી પદાર્થ મિલાવીને પીવડાવી દીધો હતો. પરંતુ આજે યુક્ત શેરડીનો રસ ચેતને પોતે પીધો ન હતો. જેના કારણે તેના પિતા અને પત્નીની તબિયત લથડતા સારવાર મળે તે પહેલા જ ઘરમાં મોતની પર જ હતા. જ્યારે તેના પુત્ર આકાશની તબિયત વધારે લથડી હોય સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ચેતન સોનીએ તેના પરિવારજનો અને સોસાયટીના લોકોને ખોરાકી ઝેરના કારણે પત્ની અને પિતાનું મોત નીપજો હોવાનું કહી અંતિમ વિધિ પણ બુધવારના રોજ પૂર્ણ કરી નાખી હતી. જેની જાણ મકરપુરા પોલીસને થતા પીઆઇ જે એન પરમાર સહિતની ટીમ નંદનવન સોસાયટીમાં પહોંચી હતી અને તપાસ શરૂ કરતાં ચેતનને પોતે પોલીસ શકન જેમાં આવ્યો હોવાનો સર આવી જતા ધરપકડ ના ડરથી ઝેરી દવા પી લીધી હતી. જેથી તેને એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો છે. પોલીસે ચેતન સોની સામે ડબલ મર્ડર કેસનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top