SURAT

સુરતમાં અચાનક બેભાન થઈ જતાં મહિલા સહિત ત્રણના મોત

સુરત: (Surat) શહેરમાં અચાનક બેભાન થઈ જતાં મહિલા સહિત ત્રણના મોત થયા હતા. જેમાં વતનથી સુરત બહેનના (Sister) ઘરે ફરવા આવેલી મહિલા તેમજ પાંડેસરામાં નોકરીની શોધમાં મિલમાં ગયેલા યુવકનું ઢળી પડતાં મોત નિપજ્યું હતું.

  • શહેરમાં અચાનક બેભાન થઈ જતાં મહિલા સહિત ત્રણના મોત
  • વતનથી સુરત બહેનના ઘરે ફરવા આવેલી મહિલા તેમજ પાંડેસરામાં નોકરીની શોધમાં મિલમાં ગયેલા યુવકનું ઢળી પડતાં મોત

સૂત્રોના જણાવ્યા અનુસાર ઉત્તરપ્રદેશ ખાતે પૂજા કુમારી સંજય કુમાર ગુપ્તા (34 વર્ષ) પરિવાર સાથે રહેતી હતી. પૂજા કુમારીના પતિ સંજય કુમાર વતનમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. પૂજા કુમારી થોડાક દિવસ પહેલા વતનથી સુરત નાના વરાછા ખાતે આવેલ શક્તિ વિજય સોસાયટીમાં રહેતી લક્ષ્મી નામની બહેનની ઘરે ફરવા માટે આવી હતી. ગુરુવારે સાંજે પૂજા કુમારી ઘરમાં બેઠી હતી. તે સમયે તે અચાનક ઢળી પડી હતી. જેથી 108 એમ્બ્યૂલન્સ મારફતે સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.

બીજા બનાવમાં, મૂળ બિહારના વતની અને હાલ ગોલ્ડન આવાસમાં 38 વર્ષીય અજગર અલી આલમ શૈખ 4 સંતાન સહિતના પરિવાર સાથે રહેતો હતો. અજગર અલી જરી ખાતામાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. શુક્રવારે સવારે અજગર અલી અચાનક ઢળી પડ્યો હતો. જેથી 108 એમ્બ્યૂલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

ત્રીજા બનાવમાં, પાંડેસરા જીઆઇડીસી ખાતે આવેલ આકૃતિ મિલમાં ગુરુવારે રાત્રે 8 વાગ્યાના સુમારે રાજુ (22 વર્ષ) નામનો યુવક ત્યાં કામની શોધમાં ગયો હતો. રાજુ મીલ માલિકની કેબિનમાં બેઠો હતો. તે સમયે તેને અચાનક ચક્કર આવતા તે બેભાન થઈ ગયો હતો. જેથી 108 એમ્બ્યૂલન્સ મારફતે તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

Most Popular

To Top