Vadodara

આણંદ કૃષિ યુનિવર્સિટીના મુખ્ય ચોખા સંશોધન કેન્દ્રને એવોર્ડ એનાયત

એઆઈસીઆરપી ઓન રાઈસમાં સંશોધનની ઉત્કૃષ્ઠ કામગીરી માટે બેસ્ટ એક્રિપ સેન્ટર (દ્રિતીય)નો એવોર્ડ પ્રાપ્ત કર્યો 

(પ્રતિનિધિ) આણંદ તા.2

ઓલ ઇન્ડીયા કોઓર્ડિનેટેડ રીસર્ચ પ્રોજેક્ટ ઓન રાઈસ (AICRPR)ની 59મી એન્યુઅલ ગ્રુપ મીટીંગ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR) હેઠળ કાર્યરત ઈન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ રાઈસ રીસર્ચ, હૈદરાબાદ દ્વારા ICAR-IARI, નવી દિલ્હી ખાતે યોજવામાં આવેલ હતી. જેમાં સમગ્ર ભારતમાંથી AICRPRનાં કુલ-45 કેન્દ્રો, 100 વોલન્ટરી કેન્દ્રો તથા આંતર રાષ્ટ્રીય ચોખા અનુસંધાન સંસ્થા(IRRI), ફિલીપાઈન્સનાં વૈજ્ઞાનિકઓએ ભાગ લીધો હતો.

આ ગ્રુપ મીટીંગમાં દર વર્ષે ઓલ ઇન્ડીયા લેવલના સંશોધન કેન્દ્રોનું વર્ષ દરમ્યાન અખતરાઓ અને ડાંગરને લગતા સંશોધનને આધારે મુલ્યાંકન કરી ઉતકૃષ્ઠ કામગીરી માટે બેસ્ટ એક્રિપ સેન્ટરનો એવોર્ડ આપી સન્માન કરવામાં આવતું હોય છે. જે મુજબ વર્ષ 2023-24 દરમ્યાન આણંદ કૃષિ યુનિવર્સિટીનાં મુખ્ય ચોખા સંશોધન કેન્દ્ર, નવાગામને સમગ્ર કેન્દ્રો પૈકી દ્રિતીય નંબરનાં સર્વશ્રેષ્ઠ સેન્ટર (બેસ્ટ એક્રિપ સેન્ટર) તરીકે એવોર્ડ એનાયત કરી કેન્દ્રના વૈજ્ઞાનિકોનું સન્માન કરવામાં આવેલ હતું.

આ એવોર્ડ  ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (ક્રોપ સાયન્સ), નવી દિલ્હી, ડૉ. ટી.આર.શર્માનાં હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ અત્રેના કેન્દ્રના સંશોધન વૈજ્ઞાનિક (ચોખા) અને વડા ડો. એમ.બી.પરમાર, સહ સંશોધન વૈજ્ઞાનિક (પેથો.), ડો. આર.કે.ગંગવાર અને મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક (કીટક), એસએસ થોરાત દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો. જેમાં નિયામક, ICAR-IARI, નવી દિલ્હી, ડો. એ.કે.સિંગ, એ.ડી.જી., (એફ.એફ.સી.), નવી દિલ્હી,  ડો.એસ.કે.પ્રધાન, નિયામક, ICAR-IIRR, હૈદરાબાદ, ડો. આર.એમ.સુંદરમ અને નિયામક, ICAR-NRRI, કટક, ડો. એ.કે.નાયક ઉપસ્થિત રહેલ હતા.

આણંદ કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ, ડો. કે.બી.કથીરીયા અને માન. સંશોધન નિયામક,  ડો.એમ.કે.ઝાલાએ મુખ્ય ચોખા સંશોધન કેન્દ્રનાં વૈજ્ઞાનિકોને આ સિદ્ધિ પ્રાપ્ત થવા બદલ અભિનંદન આપ્યા હતા.

Most Popular

To Top