
મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં આજે અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી સૌપ્રથમવાર મુલાકાતે આવ્યા હતા પ્રથમ મુલાકાત ની વાત હોસ્પિટલના તંત્રને જાણવા મળતા જ તેઓ દ્વારા રાતો રાત હોસ્પિટલનો નકશો જ બદલી દીધો હતો. પાર્કિંગ વ્યવસ્થા , દર્દીઓની સુવિધા સહિતની વસ્તુઓ અચાનક જ પરિવર્તન જોવા મળ્યુ હતું, ત્યારે સયાજી હોસ્પિટલ ના પ્રાંગણમાં ખાનગી એમ્બ્યુલન્સ દ્વારા ચલાવવામાં આવતો વેપલો પણ થોડા સમય માટે બંધ થઈ ગયો હતો પરંતુ જેવા જ સચિવ પરત ગયા ત્યાં ફરીથી એમ્બ્યુલન્સ નો ખડકલો પાછો જોવા મળી આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે સયાજી હોસ્પિટલના પ્રાંગણમાં ખાનગી એમ્બ્યુલન્સ ધારકો દ્વારા દર્દીઓ પાસેથી ઉઘાડી લુટ ચલાવવામાં આવી રહી છે મરજી અનુસાર તેઓ પાસેથી ભાડુ લેવામાં આવી રહ્યું છે જેના કારણે અનેક લોકો ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આજે અગ્ર સચિવ એવા ધનંજય ત્રિવેદી મુલાકાતે આવતા પ્રાંગણ માંથી તમામ એમ્બ્યુલન્સ ગાયબ થવા મળી હતી ત્યારે ફરી તેઓ પરત જતા રહેતા તાત્કાલિક જ એમ્બ્યુલન્સ નો ખડકલો જોવા મળ્યો હતો ત્યારે કયા સત્તાધિશની રહેમને નજર હેઠળ આ પ્રકારની સુવિધા ખાનગી એમ્બ્યુલન્સ ને આપવામાં આવી રહ્યું છે તે ચકાસવું રહ્યું.