એક સામાન્ય માઁ-બાપ માટે સૌથી દુઃખદ કોઈ દુર્ઘટના હોઈ તો પોતાની નાદાન માસૂમ બાળકી પર બળાત્કાર, અને એના કરતાં પણ હૃદયસ્પર્શી,જો કોઈ ઘટના હોઈ તો તેની કાનૂની કાર્યવાહી…! જ્યારે કોઈ માસૂમ તરૂણી પર બળાત્કાર થાય છે,એ પછી પોલીસ સ્ટેશન,અદાલત અને સમાજ નો સામનો કરવો એ બાળકી અને તેના સ્વજનો પર ફરી બળાત્કાર થયા બરાબર છે…! પરંતુ દર દશ લાખની વસ્તી એ એક એવી “મોબાઈલ અદાલત” વાન બનાવવા માં આવે જે દર તારીખે પીડિતા ના ઘરે (માત્ર ૧૨ વર્ષની નીચેની તરૂણી) આવી ને કાનૂની કાર્યવાહી કરે,જરૂર હોય તો અપરાધી ને જેલ માંથી પોલીસ વાન માં લાવીને રજૂ કરવામાં આવે, જરૂરી રિપોર્ટ માટે સાધનો થી સુસજ્જ એમ્બ્યુલન્સ રાખવામાં આવે તો પડી ભાંગેલા માતા-પિતા માટે એક દાજયા પર મલમ જેવી પરિસ્થિતિ થાય,પૈસાનું પાણી ન થાય, સમય નો વ્યેય ન થાય, માનસિક પરિસ્થિતિ ·
ન બગડે,લાંચ-રૂશ્વત થી લગભગ આપવા ન પડે,પીડિતા ને મોઢું ઢાંકવું ન પડે અને સૌથી જરૂરી વાત પરિણામ જલ્દી મળે,કોઈ પણ મા-બાપ ને અપરાધી વિરુદ્ધ ફરિયાદ કરવાની હિંમત મળે, રાજ્યોની અદાલતો નું આંશિક ભારણ ઘટે..!જો ખાખી અને ખાદી ની નિયત સારી હોય તો બધું શક્ય છે,પણ પરંતુ જે દેશ માં માનવતા, ઇન્સાનિયત અને ઈમાનદારી માત્ર ચોપડા માં અને ભાષણો માં જ દેખાઈ છે એવા દેશમાં આવી સુવિધા સો ટકા અશક્ય છે….!
સુરત – કિરણ સૂર્યાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
જેટલી સગવડ તેટલી અગવડ
બે પગા સિવાય ચાર પગવાળા સગવડોના ગુલામ થઇ ગયા છે. લગભગ ગઇ પેઢી આમ જોવા જેઇએ તો સુખી હતી. શારીરિક શ્રમના અભાવે રોગો ઘર ઘાલી ગયા. ખેડૂતના અવિભાજયના કુટુંબના દરેક સભ્ય સ્વેચ્છાએ પોતાની શકિત મુજબ કામ સ્વીકારી લેતા. આજે લાઇટ, કોમ્પ્યુટર, ઓવન, વોશિંગ મશીન, વાસણ, ઉટકવાનું મશીન, કચરો વાળવાનું વેકયુમ કલીનર, ફોર વ્હીલર, થ્રી વ્હીલર અને ટુ વ્હીલરની ભરમાર. રોગો ભગાવવા માટે આપણા વડીલો સતત કાર્યરત રહેતા. ડોકટરોની અછતના કારણે ઉંટવૈદ્યોના આપણે જાણ્યે અજાણ્યે શિકાર થતા ચાલ્યા. ઓછી આવકવાળાને મોંઘી ઔષધીય સારવાર પોષાતી નહીં.
સુરત – અનિલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.