Vadodara

પૂર્વ ક્રિકેટર તુષાર આરોઠેનો ઠગ પુત્ર રીષી ગોવામાંથી ઝડપાયો

એસઓજી પોલીસની ટીમે વડોદરા લાવ્યા બાદ રાવપુરા પોલીસને સોંપ્યો

ઘણા લોકોને વિવિધ પ્રકારની લાલચ આપી કરોડોમાં નવડાવ્યાં હતા

(પ્રતિનિધિ ) વડોદરા તા.23

લોકોને વિવિધ પ્રકારની લાલાચ આપીને કરોડો રૂપિયાની ઠગાઇના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ પૂર્વ ક્રિકેટરના ઠગ પુત્ર રીષી આરોઠેને એસઓજીની ટીમે ગોવાની હોટલ પાસેથી ઝડપી પાડ્યો છે. વડોદરા લાવ્યા બાદ તેને રાવપુરા પોલીસને આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો છે.

પૂર્વ ક્રિકેટરના તુષાર આરોઠેના પુત્ર રિષી આરોઠે દ્વારા અનેક લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી રૂપિયા બારોબારો ચાઉ કરી નાખ્યા બાદ પોલીસ ધરપકડથી બચવા માટે નાસતો ફરતો હતો. તાજેતરમાં તેણે પિતાના ઘરે રૂ.1.39 કરોડ જેવી માતબર રકમ બેગમાં ભરી મોકલાવી હતી. જેમાં એસઓજીની રેડ કરી તુષાર આરોઠે સહિત ત્રણ જણાને ઝડપી પાડ્યા હતા. જ્યારે તેને થાણેની હોટલમાંથી એસઓજીએ ઝડપી પાડ્યો હતો. વડોદરા લાવ્યા બાદ આરોપી કસ્ટડીમાં સોંપાયો હતો પરંતુ જામીન પર છુટ્યા બાદ ફરી ફરાર થઇ ગયો હતો. છેલ્લા ઘણા દિવસોથી નાસતો ફરતો હતો. રીષીએ લોકોને લાલચ આપીને એક કરોડથી વધુની રકમ પડાવી લીધી હતી અને હજુ રાવપુરા તથા વલસાડ રૂરલ પોલીસના ગુનામાં રીષી વોન્ટેડ છે. જેથી સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની અલગ અલગ ટીમો બનાવીને ગોવા તથા તથા બેંગ્લોર ખાતે રવાના કરવામાં આવી હતી. દરમિયાન દરમિયાન એસઓજી પોલીસે 22 એપ્રિલના રોજ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સિસના આધારે ગોવા ખાતેની એક હોટલ નજીકથી રીષી તુષાર આરોઠેને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેને વડોદરા લાવ્યા બાદ રાવપુરા પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ હોય ત્યાં સોંપવામાં આવ્યો છે.

Most Popular

To Top