Columns

જીવનમાં આગળ વધવા માટે

એક સંતે પોતાના શિષ્યોને એક સુંદર દ્રષ્ટાંત કથા કહી, વાત એક સુંદર ઝરણાંની હતી…એક ઝરણું નાચતું કૂદતું એક પર્વતની પરથી નીચે વહેવા લાગ્યો અને વાતાવરણને સુંદર કરતું આગળ વધતું ચાલ્યું..થોડે આગળ જતા જ વિસ્તાર બદલાયો અને રણ વિસ્તાર શરુ થયો ..ગરમ રેતાળ પ્રદેશ …ઝરણું મુન્ઝાયું કે હવે કેમ કરીને આગળ વધવું ?? તે આગળ વધવા માંગતું હતું પણ તે વધવાની હિંમત કરી શકતું ન હતું. હજી તો રણ વિસ્તારની શરૂઆત થવાની હતી ત્યાં જ તેની ધાર પર અસર થવા લાગી હતી જો તે રણ વિસ્તારમાં આગળ વધે તો ..પ્રખર તપતાં સુરજના તાપથી તે ધીમે ધીમે સુકાતું જઈને રેતીમાં વિલીન થઈ જાય…તેનું અસ્તિત્વ જ ભૂંસાઈ જાય.આ બાબત જાણીને અને સમજીને તે અટકી ગયું…અસ્વસ્થ થી ગયું કે હવે મારે શું કરવું ..આગળ વહેતા અટકી જાય તો ધીમેધીમે કાદવ બની જાય …અને આગળ વધે તો અસ્તિત્વ ગુમાવી દે.જે પણ કરે નુકસાન જ હતું.

ઝરણાને સ્પર્શતી રેતી ઠંડક પામી તેને ઝરણાનો આભાર માન્યો અને કહ્યું, ‘મને ઠંડક આપવા માટે આભાર….પણ અટકી કેમ ગયું ??’ ઝરણાએ પોતાની મૂંઝવણ કહી.રેતીએ કહ્યું, ‘આ હવા તો રણને પાર કરી શકે છે તો તું પણ કરી શકીશ.’ ઝરણું બોલ્યું, ‘હવા ઉડી શકે છે ..હું થોડું ઉડી શકું છું ??’ હવે રેતી હસીને બોલી, ‘તો હવાનો સાથ લઇ લે …તું એકલું ઉડી શકતું નથી એકલા ઉડવું મુશ્કેલ છે પણ એક માર્ગ છે આ ગરમીની મદદ તું વરાળ બની જ અને હવામાં ભળી જા..હવામાં ભળી જઈને તું ઉડીને રણ પસાર કરી લઈશ.’ ઝરણું તો બે ડગલા પાછળ હટી ગયું અને બોલ્યું, ‘તો તો મારું કોઈ અસ્તિત્વ જ ન રહે…મારી ઓળખ શું ?? મને તો કોઈ જોઈ જ ન શકે ??’ રેતી હસી અને બોલી, ‘અહીં અટકી જઈશ તો કાદવ બની જઈશ ….

વહેતા આગળ વધીશ તો રેતીમાં વિલીન થઈ જઈશ…અને કોઈ ઓળખ અને અસ્તિત્ત્વ રહેશે જ નહિ…એના કરતા વરાળ બની હવા સાથે ભળી જઈશ તો રણ પાર કરી ફરી પાછી ઓળખ મેળવી શકીશ.’ ઝરણાએ વિચાર્યું અને પછી વરાળના રૂપમાં હવામાં ભળવા લાગ્યું…વહેતી હવા સાથે તે રણ પાર કરી ગયું…આગળ પહાડ પર પહોંચ્યું …વરાળના વાદળા બંધાયા ..ફરી વરસાદ પડ્યો …અને વળી ઝરણું વહેવા લાગ્યું… આ દ્રષ્ટાંત કથા કહી સંતે સમજાવ્યું જીવનમાં ગમે તેટલા કપરા સંજોગો આવે કયારેય ડરવું નહિ ..અટકવું નહિ ..કોઈ સાચી સલાહ આપનાર …કોઈ સાથ આપનાર મળશે અને ન મળે તો પણ હિંમતથી આગળ વધતા રહેવું.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top