Charchapatra

રાજકારણના દેવપુરુષો’

ચુંટણીનું વાતાવરણ જામે છે અને કોંગ્રેસી કાર્યકરોનો અંતરાત્મા એકાએક જાગવા માંડે છે. તેમને એકાએક એમ લાગવા માંડે કે પોતાના ભયંકર અપમાન થયા છે, પોતાની ભયંકર અપમાન અને એ કૂદકો મારી ભાજપમાં ચડી જાય છે. ત્યાં સુધી કે કોંગ્રેસ જે લોકોને ગુજરાત પ્રદેશ પ્રમુખ બનાવ્યા ધારાસભ્યો બનાવ્યા અને હાલમાં ટિકીટ પણ આપી એવા જણને એકાએક લાગી આવ્યું કે પોતાની અવગણના થઇ છે.અલ્યા ડફોળ તારી કિંમત કરીને તો તેને લોકસબાની ટિકીટ આપી છતાં તને લાગ્યું કે પોતાની અવગણના થઇ છે? તો તારે શાની ટિકીટ જોઇતી હતી? આટલો વિશ્વાસ મુકી કોંગ્રેસ ગેરલાયકોનેઆગળને આગળ ધપાવે છે અને છેલ્લે એ જ માણસો દગાબાજી કરે છે. સામ્યવાદીઓનો રેકર્ડ સૌથી ઉજળો લાગે છે.

(2) અગાઉ કર્ણાટકમાં કોંગ્રેસી ધારાસભ્યો ફોડી તેમને રાજીનામા અપાવી ભાજપ વિપક્ષમાંથી કૂદકો મારી સરકાર ચલાવતી થઇ ગઇ* આવી નીચ કાર્યવાહી કરતા આ પક્ષના નેતાઓને શરમ ન આવી કે પોતે શું કરાવી રહ્યા છે? મધ્યપ્રદેશમાં કોંગ્રેસી ધારાસસભ્યોને કોરોના વખતે જયારે પાંચ માણસો ભેગા થવા પર મનાઈ હતી, ત્યારે મોટી ગાડીઓમાં ભરી વડાપ્રધાન અને ભાજપના પ્રમુખ સમક્ષ હાજર કરાયા તેમાં એક બાબત તો પુરવાર થઇ ગઇ કે પક્ષાંતર કરાવનારા વડાપ્રધાન અને ભાજપ પ્રમુખ છે. આ લાલા ઓ મફતમાં લોટે એવ ા ન હતા તેમને મબલખ નાણાં ચૂકવાયા જ હશે અને તો જ આટલી સીફતથી તેમને ફોસલાવી શકાયા, તેમને કેટલા પૈસા કેવી રીતે ચૂકવાયા તેની ખબર જનતાને પડી નથી.

કારણ મોદીએ સમગ્રી મિડીયા તંત્ર ફોડા નાંખી પોતાના કબજ્માં લઇ લીધું છે તેને માફક આવે એવાજ સમાચાર પ્રગટ થાય. નુકસાનકર્તા સમાચાર દબાવી દેવાય એવી નીતિ અત્યારે અમલમાં છે. આ નાણાંની પેરબદલીને મની-લોન્ડરીંગ કહેવાય અને તમાં આ બધી જ સંડોવાયેલા છે એવી કોમનસેન્સ છે. આ નવા પ્રકારનો ફ્રોડ સરકારી તંત્ર ચલાવી રહ્યું છે. 3. ગર્વનરોની કામગીરી જૂઓ. કેન્દ્ર સરકાર ગવર્નરનીમે છે તે ચુંટાયેલી વિપક્ષની સરકારોને હેરાન કરવા અને હંફાવવા જ મુકે છે. કેટલાંય ગવર્નરો કેરળ, પશ્ચિમ બંગાળ કર્ણાટક, તમિલનાડુમાં એવા નીચ કક્ષાના ગવર્નર મુકયા છે.

જેમને લોકશાહીનો લો નથી આવડતો અને તદ્દન બેશરમીથી સરકારે જનહિત માટે પસાર કરેલા કાયદાઓ છે તે પણ એક શરમજનક ઘટના છે. ઘણીવાર એવું લાગે છે કે સ્વાતંત્ર્ય સંગ્રામાં સેંકડો નહીં હજારો કોંગ્રેસીજનો જેલમાં ગયા બ્રીટીશની લાઠીઓ ખાધી ભગતસિંહ જેવાએ તો હસત મોં એ ફાંસી પસંદ કરી લીધી તે બધા ભોગો આ બધા પ્રમાણિક ભારે અતિસંસ્કારી, ગુણવાન વિચારશીલ રાજકારણીઓએ ધોઇનાંખ્યા અને એ બદા ફાંસીએ ચડનારા જેલ જનારા લાઠી ખાનારાઓને મૂર્ખા સાબિત કર્યા છે. જનતાને વિચરવાની મહામૂલી તક આ ડાહ્યા રાજકારણીઓએ આપી તે બદલ દેશ આભારી છે.
સુરત     – ભરત પંડયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top