Vadodara

માંડવી ખાતે આવેલા અંબામાતાના મંદિરમાં શોર્ટસર્કીટના કારણે આગ લાગતા ભક્તોમાં ફફડાટ

એપ્રિલ માસની શરૂઆતમાં જ ગરમીના પારામાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે શહેરમાં પ્રતિદિન એક આગનો બનાવો સામે આવી રહ્યો છે. ત્યારે આજે માંડવી વિસ્તારમાં આવેલા અંબા માતાના મંદિરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. સામાન્ય આગને પગલે તાત્કાલિક જ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગને બુજાવી દેવામાં આવી હતી પરંતુ સામાન્ય આગના કારણે પણ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવેલા ભક્તોમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો.

એમ.જી રોડ પર આવેલા પ્રાચીન અંબા માતાના મંદિર માં દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે. ખાસ તો રવિવાર એટલે કે માતાજીનો દિવસ માનવામાં આવે છે ત્યારે રવિવારે ખાસ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટતા હોય છે આજે સાંજ દરમિયાન અચાનક જ મંદિરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા થોડીવાર માટે તો અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે આ બાબતે તાત્કાલિક જ ફાયર બ્રિગેડને જાણ કરતા પાણીગેટ ફાયર બ્રિગેટ સ્ટેશન ખાતેથી તાત્કાલિક ફાયર બ્રિગેડ જવાનો આવી પહોંચ્યા હતા અને આગને કાબૂમાં લીધી હતી. સામાન્ય આજ્ઞા કારણે કોઈપણ પ્રકારની જાનહાની થઈ ન હતી.જોકે તાત્કાલિક જ આગ કાબુમાં આવી જતા લોકોમાં હાશકારો જોવા મળ્યો હતો પરંતુ સામાન્ય આગને પગલે દર્શનાર્થોમાં તેમજ બજારમાં ખરીદી માટે આવતા લોકોમાં ભારે ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો.

Most Popular

To Top