Vadodara

પાલિકાની વડી કચેરીમાં જ ટેન્કરથી પાણી મંગાવવું પડ્યું

  • પાણી મુદ્દે સબ સલામતના ઊંધા ચશ્મા પહેરાવતા અધિકારીઓની પોલ ખુલ્લી પડી
  • ફાયર વિભાગનું ટેન્કર મગાવી ટાંકીઓ ભરવી પડી

વડોદરામાં પાણીના મુદ્દે રોજેરોજ કકળાટ જોવા મળે છે. પ્રશ્ન એક જ હોય છે પરંતુ તેના સરનામાં બાદલાતાં રહે છે. ત્યારે હવે આ કકળાટનું મૂળ એવા પાલિકાના શાસકો જ્યાં બેસે છે તે વડી કચેરી ખાતે જ પાણીની અછત ઉભી થઇ હતી અને ટેન્કર મારફતે પાણી મંગાવવું પડ્યું હતું. મેયર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ જે ટાંકીનો ઉપયોગ કરે છે તેમાં પાણી ખૂટી જતા ફાયર વિભાગનું ટેન્કર મંગાવી તેમાં પાણી ભરવું પડ્યું હતું.

શહેરીજનો ભલે રોજેરોજ  કકળાટ કરે પરંતુ પાણી મુદ્દે સબ સલામત છે તેવા ઊંધા ચશ્મા પાલિકાના અધિકારીઓ પહેરાવે છે. શહેરના વિવિધ વિસ્તારના રહીશો ભલે પોતાના પ્રશ્નોની રજૂઆતો કરતા હોય પરંતુ પાલિકાના પેટનું પાણી પણ હાલતું નથી. રોજ એક નવી આપદા ઉભી થઇ જાય છે. અને પ્રજા પરેશાન થઇ જાય છે. ત્યારે આ સમસ્યાનું જેઓએ નિરાકરણ લાવવાનું છે તેવા પાલિકાના અધિકારીઓ ભલે સબ સલામતની ગુલબાંગો ફેંકતા હોય પરંતુ શનિવારે ખુદ પાલિકાની જ વડી કચેરીમાં ટેન્કર મારફતે પાણી મંગાવવું પડ્યું હતું. પાલિકાની મુખ્ય કચેરી ખાતે જ્યાં મેયર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ બેસે છે તે ટાંકી જ ખાલી થઇ ગઈ હતી. અને તેના કારણે ફાયર વિભાગનું ટેન્કર મંગાવવું પડ્યું હતું અને આ ટાંકીઓ ભરવી પડી હતી. પાલિકાની કચેરીની આ સ્થિતિ જોઈને તો સત્તાધીશો કઈ વિચારશે કે પ્રજા કેટલી પરેશાન થતી  હશે.પાલિકામાં તો એક ફોન કરવાથી તરત ટેન્કર પહોંચી જાય છે પરંતુ પ્રજા કે જે વેરો ભારે છે તેમ છતાં હાલાકી ભોગવી રહી છે તેઓની શું સ્થિતિ થતી હશે? પાલિકા આ વિકટ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવે તે જરૂરી છે

Most Popular

To Top