.
ગરબાડા: ગરબાડા તાલુકાના દેવધા ગામે મોઢિયા ફળિયા પાસે પસાર થતી ખાન નદી માંથી પાણીમાં તરતી આશરે 50 વર્ષીય આધેડ પુરુષની લાશ મળી છે.અજાણ્યા વ્યક્તિની તરતી લાશ જોવાતા ગામ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પાણીમાં તરતી અજાણ્યા પુરૂષની લાશ બહાર કાઢી હતી. આ બાબતની જાણ ગરબાડા પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અજાણ્યા વ્યક્તિની લાશનો કબ્જો લઈ પાંચવાડા સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે મોકલી આપી અને લાશની ઓળખ માટેની તપાસ હાથ ધરી હતી.
જો કે મરણ જનાર વ્યક્તિએ આત્મ હત્યા કરી છે કે પછી તેની હત્યા કરી નદીમાં ફેંકી દેવામાં આવ્યો છે તે રહસ્ય પોલીસ તપાસ બાદ બહાર આવે તેમ છે.
આ ઘટના સંદર્ભે ગરબાડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.