National

CM કેજરીવાલની ધરપકડ પર નિર્ણય અનામત, હાઈકોર્ટે લેખિત દલીલો માંગી…

નવી દિલ્હી: દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની (Chief Minister Arvind Kejriwal) ધરપકડ સામેની અરજી પર હાઈકોર્ટમાં (High Court) આજે સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. હાલ આ અરજીનો નિર્ણય અનામત રાખવામાં આવ્યો છે. કેજરીવાલે કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડ વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. ત્યાર બાદ હાઈકોર્ટે ઈડી પાસે જવાબ માંગ્યો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મંગળવારે પોતાનો જવાબ રજૂ કર્યો.

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં ફસાયેલા સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ અને ન્યાયિક કસ્ટડી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીની બુધવારે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. આ કેસની સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે અને જસ્ટિસ સ્વર્ણકાંત શર્માએ ચુકાદો અનામત રાખ્યો છે. સંભવતઃ તેનો નિર્ણય આવતીકાલે એટલે કે ગુરુવારે જાહેર થઈ શકે છે. આજે કોર્ટમાં જ્યાં ED વતી એએસજી રાજુએ પોતાની દલીલો આપી હતી. ત્યાં અરવિંદ કેજરીવાલ વતી અભિષેક મનુ સિંઘવીએ જવાબ આપ્યો હતો.

દિલ્હી હાઈકોર્ટમાં જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માની બેંચ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કેજરીવાલના વકીલે હાઈકોર્ટમાં કહ્યું કે સામાન્ય ચૂંટણી આવી ગઈ છે. તેથી આવા સમયે કેજરીવાલની ધરપકડ યોગ્ય નથી. આ ધરપકડ એટલા માટે કરવામાં આવી હતી કે, તેઓ ચૂંટણી પ્રચારનો ભાગ ન બની શકે. તેમજ તેઓ પ્રચાર કરી શકે નહી.

તેમણે કહ્યું કે અદાલતે જોવું પડશે કે ચૂંટણીમાં તમામ પક્ષોને સમાન તક મળે. પહેલું સમન્સ નવેમ્બરમાં જારી કરવામાં આવ્યું હતું અને માર્ચમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. ED પાસે PMLA હેઠળ ધરપકડના વોરંટ માટે કોઈ પુરાવા નથી. કેજરીવાલ વતી દલીલ કરી રહેલા બે વકીલોની દલીલો સામે EDએ વાંધો વ્યક્ત કર્યો હતો.

જાણો આજે કોર્ટમાં શું થયું?
ASG રાજુએ કહ્યું- જ્યારે આવા પ્રભાવશાળી લોકો ગુનામાં સંડોવાયેલા હોય છે, ત્યારે તેમની વિરુદ્ધ પુરાવા એકત્રિત કરવા મુશ્કેલ હોય છે. સંજય સિંહના કેસમાં હાઈકોર્ટનો આદેશ હજુ યથાવત છે. જે તેની ગેરકાયદેસર ધરપકડ અંગે દાખલ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે આમાં હસ્તક્ષેપ કર્યો નથી. મારા દ્વારા આપવામાં આવેલી છૂટના આધારે જ સંજય સિંહને જામીન પર છોડવામાં આવ્યા છે.

સિંઘવીએ EDને જવાબ આપ્યો હતો અને કહ્યું કે કોર્ટે EDને પૂછ્યું કે આ કેસમાં મની ટ્રેલને લઈને તમારી પાસે શું પુરાવા છે. ઇડી અમારી પાસે હવાલા ઓપરેટરનું નિવેદન પણ છે, અમારી પાસે વોટ્સએપ ચેટ છે. અમારી પાસે પૂરતા પુરાવા છે. કોર્ટે કહ્યું કે અમે ફાઇલ જોવા માંગીએ છીએ. EDએ કહ્યું કે તમે જે પણ મામલે પુરાવા ઇચ્છો તે અંગેના તમામ પુરાવા અમે તમને આપીશું.

Most Popular

To Top