ઓલ ગુજરાત વાલી મંડળની કમાટીબાગમાં બેઠક મળી
શાળા એવું તો નવું કશું કરતી નથી જેનાથી એમને ફી વધારો આપવો જોઈએ : દિપક પાલકર
( પ્રતિનિધિ ) વડોદરા તા.31
સર્વોચ્ચ અદાલતના વચગાળાના ચુકાદામાં સ્પષ્ટતા છે કે એફ.આર.સી સમિતિ દ્વારા જે ફી જાહેર કરવામાં આવી હોય તેને માન્ય રાખીને શાળાઓએ ઉઘરાવી જોઈએ. પરંતુ હજી પણ કેટલીક ખાનગી સ્કૂલો દ્વારા ફી ના નામે વાલીઓ પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે. એફઆરસી ના માળખા પ્રમાણે જ ફી લેવી જોઈએ તેવી માંગ ઓલ ગુજરાત વાલી મંડળ વડોદરા દ્વારા કરવામાં આવી છે.
વડોદરાના સયાજીબાગ બેન્ડ સ્ટેન્ડ ખાતે ઓલ ગુજરાત વાલી મંડળની બેઠક મળી હતી. જે બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ અંગે વાલી મંડળના પ્રમુખ દીપક પાલ કરે જણાવ્યું હતું કે સરકારે એફઆરસીનું માળખું બનાવેલું 15-25-30 હજાર આજ પ્રમાણે આજે પણ ફી લેવી જોઈએ. કારણ કે શાળા સંચાલકોને દર વર્ષે પાંચ ટકાનો વધારો મળે છે. શાળા એવું તો નવું કશું કરતી નથી. જેનાથી એમને ફી વધારો આપવો જોઈએ. જે 5% ફી વધારો મળે છે એ એક વિદ્યાર્થી દીઠ હોય છે. એટલે શાળાને કોઈપણ પ્રકારનું નુકસાન થતું નથી સરકાર તાત્કાલિક આ મુદ્દે વિચાર કરે અને વાલીઓના હકમાં નિર્ણય આપે. સરકાર દ્વારા પ્રાઇવેટ ક્લાસીસ માટે હજી પણ કોઈ ગાઈડ લાઈન આપી નથી. નાના ટ્યુશન ક્લાસીસ બંધ કરવા કરતા પ્રાઇવેટ મોટા મોટા ઇન્સ્ટિટયૂટ જે ખુલેલા છે. જે બેફામ વાલીઓ પાસેથી ફી વસુલે છે, એ બંધ કરવા જોઈએ. વડોદરામાં ઘણી એવી શાળાઓ ખુલી છે. જે આજે ઉઘાડી લૂંટ ચલાવી રહી છે. તો આ શાળાઓ એફઆરસી એક્ટમાં કેમ નથી આવતી. વડોદરાની કેટલીક શાળા વાલીઓ પાસેથી એફઆરસી મુજબ ફી લે છે એની યાદી જાહેર કરવી જોઈએ. વડોદરાની તમામ શાળાએ પોતાના નોટિસ બોર્ડ ઉપર તેમજ શાળાની જે એપ છે. જેના દ્વારા વાલીઓને માહિતી આપવામાં આવે છે એ શાળાની એપ ઉપર પણ શાળા દ્વારા તમામ ધોરણની નક્કી થયેલી એફઆરસી ફી ની માહિતી આપવી જોઈએ તેમ જણાવ્યું હતું.