ભક્તિ રાઠોડને અત્યારે સહુ આંખમિચૌલીની કેસરબા તરીકે ઓળખે છે પણ 11 વર્ષની ઉંમરે ક્યું કી સાસ ભી કભી બહુથી તેણે શરૂઆત કરેલી. જેમાં તે મિહિર અને તુલસીની દિકરી શોભા વિરાણી ચૌધરી હતી. અનેક નાટકોમા કામ કરનાર ભક્તિએ આપણે તો ધીરુભાઇ જેવી ત્રણેક ફિલ્મોમાં તો ધીરુભાઇ જેવી ત્રણેક ફિલ્મોમા કામ કરવા ઉપરાંત ભાખરવડીના ઉર્મિલા ઠક્કર, થોડાસા બાદલ થોડા સા પાનીની આનંદિતા બસુ ચેટર્જી રૂપે, પુષ્પા ઇમ્પોસીબલની સોનલ પારેખ રૂપે કામ કર્યું છે…….
તમે ગુજરાતી ફિલ્મો ટીવી સિરીયલોની સમાંતરે જ હિન્દી ટીવી સિરીયલો ફિલ્મોમાં કામ કરો છો. પુષ્પા ઇમ્પોસિબલ પછી હમણા આંખમિચૌલીના કેસરબા તરીકે પ્રશંસા પામી રહ્યા છો. તો તમે તમને ગુજરાતીમાં વધુ કમ્ફર્ટ અનુભવો છો કે હિન્દીમાં?
ભક્તિ રાઠોડ : મેં એવી તુલના કરવાનો પ્રયત્ન કર્યો નથી. હું ચાર ભાષા શીખી છું. ચાર ભાષામાં વિચારી શકું છુ. દરેક ભાષાના કાર્યમા તેની વિશેષતા અને મર્યાદા હોય છે. હા, નાટકમા કામ કરતા હો તો વાત જૂદી.ત્યા તમે ચાલુ નાટકે સામે બેઠેલા પ્રેક્ષકનો અંદાજ લગાવી શકો અને તમારી ભજવણીમા અમુક ફેરફાનર લાવી શકો પણ ટીવીમા તેવુ નથી. પરંતુ હા, તમે એક સાથે લાખો ઘરમા પહોંચી જાઓ છો. તમે પ્રેક્ષકોને ગમો છો કે નહીં તે નાટકમા તરત સમજાય તેવુ ટીવી મા ન સમજાય છતાં તેની મઝા જૂદી છે. તમે એક સાથે અનેક કુટુંબના હિસ્સા બની જાઓ છો એ ફિલીંગ જ જૂદી છે.
ફિલ્મ અને ટીવીમાં કામ કરવાનો બેઝિક ફરક શું છે?
ભક્તિ રાઠોડ : ટીવી સિરીયલમા રોજ એપિસોડ લખાતા હોય છે અને સેટ પર પણ ઘણા ફરક આવતા હોય છે. જ્યારે ફિલ્મમા તમને બાઉન્ડ સ્ક્રિપ્ટ મળે છે એટલે પહેલેથી ખબર હોય છે કે તમારુ પાત્ર ક્યાંથી કયાં જવાનું. ટીવીમા તો કાંઇ કહેવાય નહી. ફિલ્મમા તમારી પાસે બે જ કલાક હોય છે જ્યારે ટીવી સિરીયલમાં તમારી પાસે 10 કલાક કે પ્રમાણે અભિનયનો પ્રકાર બદલવો જ પડે. બંને જગ્યાએ શૂટિંગની પેટર્ન પણ જુદી છે. ટીવી સિરીયલ એક વર્ષ ચાલે તો રોજ નવા દૃશ્યો કરો છો નાટકમાં તો નક્કી કરેલા દૃશ્યો દરેક પ્રયોગોએ કરવાના હોય ને છતાં ત્યાં જૂદું થઇ શકે. મતલબ દરેક માધ્યમ માટે નવી તૈયારી રાખવાની. વાત એટલી જ કે તમારી ફ્રેશનેસ જળવાવી જોઇએ.
તમને કેવા પાત્રો કરવા વધુ ગમે?
ભક્તિ રાઠોડ : પહેલાં મને થ્રીલર પ્રકારના પાત્રો કરવામાં બહુ મઝા આવતી પણ કોમેડી કરવા માંડી ત્યારે ખબર પડી કે તે તો ગણિત જેવી છે. 100માંથી 100 માર્કસ તેમાં લાવી શકાય છે. તમે દૃશ્ય ભજવો અને સામે પ્રેક્ષકને હસવું આવ્યું તો ગણિત બરાબર. બસ, આ ગણિત સમજી ગયા તો કોમેડી કરવા જેવો આનંદ બીજો નથી. આતિશ કાપડિયા, જે.ડી. વગેરે સાથે કામ કરતાં ખબર પડી કે મારામાં કોમેડીના જીન્સ છે. બ્લેક હ્યુમર, આયરનીથી માંડી હાસ્યના જે પ્રકારે છે તે સમજી મને આંગિક વડે ઉપજતું હાસ્ય નથી ગમતું. સિચ્યુએશનલ કોમેડી વધુ ગમે છે. ચાર્લી ચેપ્લિને ચાળા પાડીને કોમેડી નથી કરી. થ્રીલર સમજવા હિચકોકની જરૂર છે.
તમે ક્યું કી સાસ ભી કમી બહુ થી, દેશ મેં નિકલા હોગા ચાંદ, ભાખરવડી, પુષ્પા ઇમ્પોસિબલ જેવી સિરીયલોમાં જૂદા જૂદા પાત્રો ભજવ્યા છે અને હવે નાના પાટેકર સાથે એક ફિલ્મમાં આવો છો. એકથી બીજા પાત્રમાં શિફટ કરતી વખતે મનમાં શું ખ્યાલ રાખો છો?
ભક્તિ રાઠોડ : કલાકાર બાળક છે અને તેણે બાળક જ રહેવું જોઇએ. બાળક માટે તેની સામેની દરેક ચીજ કુતુહલ છે.નવી છે અને દરેક વખતે નવી રીતે પ્રતિભાવ આપે છે. તેનામાં સતત શીખવાની વૃત્તિ હોય છે. કલાકારે એ અર્થમાં બાળક રહેવું જોઇએ. દરેક વખતે મેં મારા જૂના પાત્રને ભૂલી જવા પાત્રને મારામાં સમાવ્યું છે. હા, જે પાત્રો ભજવ્યા હોય તેનું DNA તમારામાં રહેવાનું જ કારણ કે તમે તેને તમારામાં સમાવવા પીડા અને આનંદ અનુભવ્યા છે. દરેક પાત્ર એ અર્થમાં મારું બાળક છે.
અત્યારે જે ગુજરાતી ફિલ્મો બની રહીછે તેને કઇ રીતે જુઓ છો? ઉપેન્દ્ર ત્રિવેદી -સ્નેહલતા સમયની ફિલ્મોથી તેને કઇ રીતે જૂદી પાડો છો?
ભક્તિ રાઠોડ : પેઢી બદલાય એટલે ફિલ્મો પણ બદલાય. વાર્તા કહેવાની રીત બદલાય. દરેક સમયનું સ્ટારડમ પણ બદલાતું હોય છે. ઉપેન્દ્રભાઈએ પાયાના પત્થર જેવું કામ કર્યું છે એટલે તે મહાન રહેવાના પણ ફિલ્મો બદલાતી રહે છે અને તો જ નવી પેઢી સાથે સંબંધ ઊભો કરી શકશે. બદલાતા પ્રેક્ષકને સમજીને ફિલ્મોએ બદલાવું પડે છે.
તમે તમારા પાત્રની તૈયારી કેવી રીતે કરો છો?
ભક્તિ રાઠોડ : મારી સામે જયારે કોઇ પાત્ર મુકવામાં આવે તો પહેલાં તેને સર્જનારા લેખકને સમજવા મર્યુ છું કારણે કે પાત્રના જન્માક્ષર તેણે કાઢ્યા હોય છે. પછી હું દિગ્દર્શકનું વિઝન શું છે તે સમજવા મથું છે. શૂટિંગ પહેલાં આ બધું જરૂરી છે. જેમ બાળક દત્તક લેવા પહેલાં તેના વિશે જાણી લઇએ તેવું આ છે.પરંતુ સાથે જ એક બીજી વાત કે કલાકારે દરેક પાત્રમાં પોતાની સ્ટાઈલ પણ ઉમેરવી જરૂરી છે. જો તેમાં તમારું કશું ન ઉમેરી શકો તો ખરા પ્રોફેશનલ નથી.
દરેક કલાકાર પોતાની સામે અમુક અભિનેતા કે અભિનેત્રીના કામને આદર્શ તરીકે રાખે છે. તમારી સામે કઇ એકટ્રેસ છે?
ભક્તિ રાઠોડ : મધુબાલા, નરગીસ, અને શ્રીદેવી, મધુબાલાને અનારકલી તરીકે તમે જુઓ અને ‘ચલતી કા નામ ગાડી’માં જુઓ. તે દરેક પાત્રમાં એટલી સહજ હોય છે. કે નવાઈ લાગે. નરગીસને ‘ચોરી ચોરી’માં જુઓ અને ‘મધરઇન્ડિયા’માં બહુ જ મેચ્યોર બની કામ કરે છે. શ્રીદેવી તો તેના દરેક પાત્રોને ધોળીને પી ગઇ છે. અભિનેતાઓમાં રાજેશ ખન્ના, દેવ આનંદ અને સંજીવકુમાર, રાજેશ ખન્નાની એવી કોઇ ફિલ્મ નથી જે મેં ન જોઈ હોય. એવું જ દેવ આનંદ વિશે છે. સંજીવકુમાર તો ગોડ છે મારા માટે ભગવાન છે. ધર્મેન્દ્ર વંડરફુલ એકટર છે તો પણ ચોથા નંબર મુકીશ. તમે એકટર છો અને દરેક પાત્રને તેના સંજોગો છે. ઇમોશન્સ છે પણ તેમાં તમારી સ્ટાઈલ લાવી શકો તો હીરો બનવાને લાયક છો. અમરીશ પુરી, નસીરુદ્દીન શાહ પાસેથી ઘણું શીખવા મળે પણ રાતે સપનામાં તે દેવ આનંદ આવે તો જ ગમે. •