Vadodara

પિતાના અન્ય મહિલા સાથે આડા સબંધ હોવાથી ઘરમાં સતત ઝઘડાથી ત્રસ્ત દીકરીએ અભયમની મદદ લીધી

માતા – પિતાના ઝગડામાં દીકરી વચ્ચે પડતા પિતાએ માર મારીને ભણવાનો ખર્ચ આપવાનો ઇનકાર કર્યો

વડોદરા, તા. ૨૧

સોશિયલ મીડિયા અને મેસેજ પર અન્ય સ્ત્રી સાથે વાતચીત્ત કરતા પત્નીને આ બાબતની જાણ થઇ હતી જેથી આ બાબતે ખુલાસો માંગતા દરરોજ પતિ – પત્ની વચ્ચે ઝઘડો થતો રહેતો હતો જેથી તેમની એકવીસ વર્ષીય દીકરી રોજના ઝઘડાથી ત્રસ્ત થઈને બન્ને વચ્ચે સમાધાન થાય તે માતે પિતાને સમજાવવા જતા પિતાએ દીકરીને  માર મારીને આગળ અભ્યાસ ન કરાવવા માટેની ધમકી આપતા આખરે દીકરીએ અભયમની મદદ લઈને નિરાકરણ મેળવ્યું  હતું.

મકરપુરા વિસ્તારમાં રહેતા નિહારભાઈ(નામ બદલ્યું છે.) એક ખાનગી કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત રહીને તેમનું અને તેમના પરિવારજનોનું ગુજરાન ચલાવતા હતા. આટલા વર્ષોથી તેમનો સુખી સંસાર ચાલતો હતો પરંતુ છેલ્લા એક વર્ષ જેટલા સમયગાળા દરમ્યાન તે અન્ય સ્ત્રીના પરિચયમાં આવ્યા હતા અને બન્ને વચ્ચે પ્રેમસબંધ બંધાયો હતો. સોશિયલ મીડિયા તેમજ મેસેજ પર બાદમાં કોલ પર પણ તેઓ વાતચીત કરતા રહેતા હતા જેથી પત્નીને શંકા જતા તેને ચકાસણી કરી હતી. જ્યાં તેને સંય સ્ત્રીના મેસેજ અને કોલ હિસ્ટ્રી જોવા મળતા પતિ નિહાર પાસેથી તેને ખુલાસો માંગ્યો હતો. પરંતુ પતિ આ બાબતની સાચી માહિતી અને કબુલાત ન કરતા આખરે પતિ પત્ની વચ્ચે સતત ઝગડો થતો રહેતો હતો. પરંતુ આજે સવારે પિતાએ અન્ય મહિલા ના નંબર પર ટેક્સ્ટ મેસેજ કર્યો હતો તેથી માતા ને ફરી શંકા જતા તે નંબર પર વારંવાર ફોન કરતા પિતાએ નોકરી પરથી આવી ને ફોન કરવા બાબતે માતા સાથે ઝઘડો કરી ને મારવાનો પ્રયાસ કરતા દીકરી વચ્ચે આવી ગઈ હતી અને બન્ને વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયત્ન કરાવતી હતી તે દરમ્યાન તેને  માતા નો પક્ષ લેતા પિતા ઉશ્કેરાઈ ગયા હતા અને દીકરી સાથે મારપીટ કરી હતી. સાથે આગળ ભણાવશે નહિ તેવી ધમકી પણ આપી હતી જેથી દીકરી માનસિક રીતે ત્રસ્ત થઈને અભયમમાં મદદ માંગી હતી.અને બનાવ અંગે માહિતી જણાવી હતી. જેથી ટીમ દ્વારા પિતા ને સમજાવ્યુ હતું કે પૈસાના દેવું અને ટેન્શન હોય તેના કારણે ખોટા રસ્તે ના જવું.ખોટા રસ્તે જવાથી ટેન્શન ઓછા થવાને બદલે મુશ્કેલીઓ વધે છે માટે દેવા કે ટેન્શન માંથી નીકળવા માટે મહેનત કરવી જોઈએ. પૈસા ના દેવા અને નવા ઘર ના હપ્તા ભરવામાં મદદ થાય તે માટે તમારા પત્ની પણ કામ કરવા જાય છે. જેથી તમને આર્થિક સપોર્ટ મળી રહે અને અન્ય મહિલા સાથે આડા સંબંધ રાખી ને તમે પત્ની ને દુઃખી કરો છ . દીકરી કૉલેજ માં ભણે છે શું યોગ્ય કે અયોગ્ય તેની તેને ખબર પડે છે માટે દીકરી સત્ય નો પક્ષ લે છે. માટે દીકરી ને આગળ ભણાવવી અને તેનું ભવિષ્ય બગાડવું નહિ તેવું જણાવતા દીકરીના પિતાએ  માફી માંગી હતી અને આવી ભૂલ બીજી વાર નહિ થાય તેવી બાહેધરી પણ આપી હતી.

Most Popular

To Top