National

રશિયા-યુક્રેન યુદ્ધમાં 16 નેપાળી સૈનીકોના મોત, નેપાળ સરકારે માંગ્યુ વળતર

નવી દિલ્હી: રશિયા (Russia) અને યુક્રેન (Ukraine) વચ્ચે હાલ યુદ્ધ (war) ચાલી રહ્યું છે. તેમજ નેપાળી સૈનીકોના (Soldiers) પણ રશિયન સેનામાં જોડાયા છે. પરંતુ ચાલુ યુદ્ધમાં નેપાળીઓના મોતના અહેવાલો સામે આવ્યા છે. હાલના મામલામાં એક-બે નહીં પરંતુ 16 નેપાળી સૈલીકોએ યુક્રેનની સેના સાથે લડતા જીવ ગુમાવ્યા છે. આ ચોંકાવનારા અહેવાલો સામે આવતા જ નેપાળ સરકારે રશિયન સરકાર પાસે વળતર સાથે અન્ય માંગણીઓ કરી છે.

જણાવી દઇયે કે અત્યાર સુધીમાં રશિયા-યુક્રેન યુદ્ધમાં માર્યા ગયેલા નેપાળી યુવાનોની સંખ્યા 33 પર પહોંચી ગઈ છે. વાસ્તવમાં નેપાળ સરકારે ભારતીય સેનામાં ગોરખાઓની ભરતી પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેથી આ યુવાનો રશિયા જઈને ત્યાંની સેનામાં જોડાઈ રહ્યા છે. તેમજ આ યુવાનો યુદ્ધમાં શહિદ પણ થયા છે. જેની સંખ્યા 16 પર પહોંચી ગઇ છે. તેમજ યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયા સિવાય દેશના લોકોના મૃત્યુની આ સૌથી વધુ સંખ્યા છે.

નેપાળીના મોત પર નેપાળ સરકાર તાત્કાલિક એક્શનમાં આવી ગઈ છે. નેપાળ સરકારે રશિયાને નેપાળી સૈનિકો પાછા ખેંચવા વિનંતી કરી છે. નેપાળના વિદેશ મંત્રાલયે આ અંગે એક નિવેદન જાહેર કર્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે માર્યા ગયેલા નેપાળીઓના પરિવારના સભ્યોના ડીએનએ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. આ નમૂનાઓને ઓળખ માટે રશિયા મોકલવામાં આવશે.

નેપાળે રશિયા પાસેથી વળતર માંગ્યું
નેપાળના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર નેપાળી ઉપપ્રધાન મંત્રી અને વિદેશ મંત્રી કાઝી શ્રેષ્ઠાએ રશિયન સેનામાં કામ કરતા નેપાળી યુવાનોના મુદ્દે રશિયન સમકક્ષ સર્ગેઈ લવરોવ સાથે વાત કરી હતી. જેમાં શ્રેષ્ઠાએ માર્યા ગયેલા નેપાળીઓને ઝડપથી સ્વદેશ પરત લાવવા, મૃતકોના પરિવારોને વળતર અને રશિયામાં સેવા આપતા સૈનિકોને પરત લાવવાની સુવિધા આપવા વિનંતી કરી હતી.

નેપાળના વિદેશ મંત્રાલયે કહ્યું…
નેપાળના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, નેપાળ પહેલાથી જ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે તે તેના નાગરિકોની ભરતી માત્ર તે વિદેશી સેનામાં જ કરવાની મંજૂરી આપે છે જેની સાથે તેણે દ્વિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કર્યા છે. સરકાર દ્વારા અગાઉ જારી કરાયેલી બે અલગ-અલગ નોટિસમાં જણાવવામાં આવ્યુ હતુ કે નેપાળના નાગરિકો કોન્સ્યુલર અફેર્સ વિભાગ પાસેથી ‘નો ઓબ્જેક્શન’ પત્ર મેળવ્યા વિના રશિયાની મુલાકાત ન લે. તેમજ 200 થી વધુ પરિવારોએ રશિયન સૈન્યમાં સેવા આપતા તેમના સંબંધીઓને બચાવવા માટે કોન્સ્યુલર વિભાગમાં ફરિયાદો નોંધાવી છે.

અત્યાર સુધીમાં 116 ઘાયલ, ઘણા ગુમ
રશિયન આર્મીમાં ફરજ બજાવતા નેપાળી નાગરિકોના પરિવારો વતી એક અભિયાનનું નેતૃત્વ કરનાર કીર્તિ ભંડારીએ તાજેતરમાં તેમની પોસ્ટમાં કહ્યું હતું કે 620 થી વધુ નેપાળીઓ રશિયન આર્મીમાં સેવા આપી રહ્યા છે. જેમાથી અત્યાર સુધીમાં 116 નેપાળી ઘાયલ છે. તેમજ 274 ગુમ છે.

Most Popular

To Top