Business

મેડીકલ એડમિશન પ્રક્રિયામાં લાભ

બોર્ડની પરીક્ષાની શરૂઆત થઇ ગઈ છે. આજનો વિદ્યાર્થી ખૂબજ હોંશિયાર અને આ કોમ્પીટીશનના જમાનામા મેડીકલમાં અભ્યાસ કરવાનો લક્ષ્ય ધરાવતા હોય છે. એની તૈયારી વિદ્યાર્થી ત્રણ વર્ષથી ચાલુ કરી દે છે. આ મેડીકલમાં એડમિશન માટે નીટ (Neet)ની પરીક્ષા ફરજીયાત છે. આ પરીક્ષામાં જે વિદ્યાર્થીએ સારા માર્કસ લાવ્યા હોય તેને એક વસ્તુ પર ખાસ ધ્યાન રાખવું જોઇએ, જેથી બીજા ગુજરાતના વિદ્યાર્થીને લાભ થઈ શકે.

આ એડમિશન પ્રક્રિયામાં સેન્ટ્રલ ગવર્નમેન્ટ અને ગુજરાત રાજ્યના કવોટા હોય છે. જે વિદ્યાર્થી નીટ (Neet)ની પરીક્ષામાં ઉચ્ચ કક્ષાએ આવ્યા હોય તેઓ ઓલ ઇન્ડિયા કવોટા (AI9)માંજ તેમની ઇચ્છિત ગુજરાત કોલેજમાં એડમિશન લેવાનો આગ્રહ રાખવો જોઇએ. જેથી આ (AI9) ઓલઇન્ડિયા કોટા 15 ટકામાં ગુજરાતની બહારના વિદ્યાર્થી લાભ લઈ જાય છે તે તક ગુજરાતના વિદ્યાર્થી ઝડપી લે અને બાકી રહેલી 85 ટકા 251 જે ગુજરાત રાજ્યનો કવોટામાં આવે છે. તેમાં બીજા ગુજરાતના વિદ્યાર્થીની સીટનો લાભ મળી શકે તો આ તક આપણે જતી કરવી જોઇએ નહીં. જેપી ગુજરાતના મેડીકલના વિદ્યાર્થીને સારો એવો લાભ એડમિશનમાં મળી શકે.
સુરત     – તૃષાર શાહ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

ગિજુભાઈ બધેકા બાળકોના અનોખા વકીલ
બાલ શિક્ષણ એ માનવ શિક્ષણનું પહેલું અને સૌથી મહત્ત્વનું પગથિયું ગણાય. બાળક રૂપી ખિલેલી વસંતને જો આપણે સમજી શકીએ નહીં, તો તેના ‘પરાગ’ને પણ સૂંધી શકીએ નહીં. બાળકમાં વિશ્વાસ રાખીને તેને પ્રેમ પૂર્વક પોષવું જોઇએ. શ્રી ગિજુભાઈ બાળકોના શિક્ષણમાં એક નવી જ કેડી કંડારનાર દક્ષિણામૂર્તિ-ભાવનગરના અદ્દભૂત ‘શિલ્પી’ હતા. ઇટાલીના મેડમ મારિયા મોન્ટેસોરીનો અભ્યાસ કરીને ભૂલકાંઓને લાયક એવું શિશુકુંજ એમણે વીસ હજારના દાનથી ભાવનગરમાં શરૂ કરાવ્યું. જે કસ્તૂરબા ગાંધીના વરદ હસ્તે 1922માં જનતાને અર્પણ થયેલું. ભારતનું એ સર્વપ્રથમ વ્યવસ્થિત શાસ્ત્રીય બાલમંદિર બન્યું. તેમજ અન્ય અસંખ્ય બાલમંદિરોની ગંગોત્રી બનેલું. ગિજુભાઈએ દક્ષિણામૂર્તિમાં પ્રાણ પૂર્યા. એમણે બાળકો માટે વિવિધ સાહિત્યનું સર્જન કરીને બાળકોના બ્રહ્મા કહેવાયા. એમણે બાળકોને બાલ સન્માન અપ્યું. સ્વાશ્રય, સ્વાધિનતા અને સ્વાતંત્ર્યના પાઠો ભણાવ્યા. એમણે બાલ શિક્ષણની અનોખી પદ્ધતિ વિકસાવી. બાલશિક્ષણનો પ્રસાર થયો.

(ક્યાં આજના બાળમંદિરો અને ક્યાં દક્ષિણામૂર્તિ!) બાળકો તેમજ મા-બાપો માટે વિપુલ સાહિત્ય સર્જન કરેલું છે. સ્વતંત્ર બાલશિક્ષણ, દિવાસ્વપ્ન, માબાપ થવું આકરૂં છે, શહેરમાં મોન્ટેસોરી પદ્ધતિ, ચાલો વાંચીએ, મોન્ટેસોરીના સિદ્ધાંતો વગેરે. બાળકોની સ્વપ્ન નગરીમાં મોટેરાં ને પ્રવેશ નથી, એને માટે બાળક બનવું પડે, બાલ મનોવિજ્ઞાન તથા બાલ સાહિત્યનો અભ્યાસ કરવો પડે. ગિજુભાઈએ અસંખ્ય માબાપોને બાલ સ્વાતંત્ર્યની બાલ ભક્તિની અને બાલ પૂજાની ઊંડી સમજણ આપી છે. ગિજુભાઈ પુણ્યશ્લોક આત્મા જેવા હતા. બાળકોના બ્રહ્મા એવા પૂ. ગિજુભાઈ બધેકાને હાર્દિક સ્મરણાંજલિ.
ભાઠા    – રમેશ એમ. મોદી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top