- બંધ દુકાનનો દરવાજો તોડી ફાયર વિભાગે આગ ઉપર કાબૂ મેળવ્યો
શહેરના મનુભાઈ ટાવરમાં સાતમાં માળે આજે સવારે અચાનક આગ ફાટી નીકળી હતી બનાવની જાણ થતા ફાયર વિભાગના લશ્કરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો.શહેરના હાથમાં સ્ટેશન રોડ ઉપર આવેલ મનુભાઈ ટાવરના સાતમા માળે અચાનક આગ લાગી હતી ધુમાડા ના ગોટેગોટા જોવા મળતા સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી. કોલ મળતા જ ફાયર વિભાગ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર દોડી ગયું હતું અને સાતમા માળે પહોંચી બંધ દુકાનનો દરવાજો તોડી આગ ઉપર કાબુ મેળવ્યો હતો પ્રાથમિક તબક્કે આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળી રહ્યું છે ફાયર વિભાગે જણાવ્યું હતું કે દુકાન ધારક પાસે ફાયર એન. ઓ.સી છે કે કેમ તે ચકાસ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.