National

મહારાષ્ટ્રના રાજકારણમાં થઈ શકે છે ધડાકો, રાજ ઠાકરે NDAમાં જોડાઈ રહ્યાં હોવાની ચર્ચા

મુંબઈઃ (Mumbai) મહારાષ્ટ્રના રાજકારણમાંથી (Politics) એક મોટા સમાચાર સામે આવ્યા છે. MNS પ્રમુખ રાજ ઠાકરે NDAમાં સામેલ થઈ શકે છે. સૂત્રોના હવાલાથી આ માહિતી બહાર આવી છે. રાજ ઠાકરે એનડીએમાં સામેલ થવા બાબતે પાર્ટી સાથે અંતિમ તબક્કાની ચર્ચા ચાલી રહી છે. રાજ ઠાકરે દક્ષિણ મુંબઈ બેઠક પરથી MNS ઉમેદવાર આપવાની માંગ કરી રહ્યા છે. આ બેઠક પર ભાજપ તરફથી રાહુલ નાર્વેકરના નામની ચર્ચા થઈ રહી છે.

જો કે રાજ ઠાકરેની માંગ પર ભાજપ દ્વારા હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. રાજ ઠાકરે ઓછામાં ઓછી એક સીટ મેળવ્યા બાદ જ NDAમાં જોડાશે. તમને જણાવી દઈએ કે શુક્રવારે ઉદ્ધવ ઠાકરેએ અરવિંદ સાવંતને દક્ષિણ મુંબઈથી પાર્ટીના ઉમેદવાર જાહેર કર્યા હતા.

જણાવી દઈએ કે તાજેતરમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નિવેદન સામે આવ્યું હતું. અગાઉની મહાવિકાસ અઘાડી સરકારની કામગીરી પર પ્રશ્નો ઉઠાવતી વખતે તેમણે કહ્યું હતું કે રાજ્યમાં શિવસેના-ઉદ્ધવ ઠાકરે જૂથ સાથે ભાજપની સમજૂતીનો કોઈ પ્રશ્ન જ નથી. જોકે તેમણે રાજ ઠાકરેની MNS સાથે બેઠકોની વહેંચણીની શક્યતાને નકારી કાઢી ન હતી.

ડેપ્યુટી સીએમએ કહ્યું હતું કે મુંબઈમાં અત્યારે જે કામ થઈ રહ્યું છે તે 20 વર્ષ પહેલા થઈ જવું જોઈતું હતું. તેમણે કહ્યું કે એક મોટું કામ બતાવો જે ઉદ્ધવ ઠાકરેએ કર્યું હોય. અમે બુલેટ ટ્રેનમાં બુલેટની જેમ કામ કર્યું, ઉદ્ધવે તેને રોકી દીધું. તેમણે કહ્યું કે ભાજપ-શિંદેની આગેવાની હેઠળની શિવસેના-રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (અજિત પવાર) વચ્ચે રાજ્યમાં 80 ટકા બેઠકો માટે સમજૂતી થઈ છે. આ વખતે ભાજપ સીટોનો રેકોર્ડ તોડશે. જોકે તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ પોતે લોકસભા ચૂંટણી લડશે નહીં.

Most Popular

To Top