લગ્નને વર્ષ પણ પૂરું નથી થયું તે પહેલા જ પરણીતાને હેરાનગતિ કરતા સાસરિયાઓ
હનીમૂન દરમિયાન પણ પતિ પરણીતાને એકલી મૂકીને જતો રહ્યો હતો.
વડોદરા, તા. 14
લગ્ન દરમિયાન જુતા ચોરી ની રસમ દરમિયાન સાસરીવાળાએ પિયર પક્ષ સાથે વ્યવહાર બાબતે ઝઘડો કર્યો હતો બાદમાં પરણીતા લગ્ન કરીને સાસરીમાં જતા પતિ સહિત અન્ય શાસ્ત્રીવાળાઓએ તેની સાથે લગ્નના બીજા જ દિવસે ઉગ્ર ઝઘડો કર્યો હતો બાદમાં પરણીતા પતિ સાથે હનીમૂન મનાવવા જતા ગોવામાં પણ પતિ તું મારો ફોન કેમ જોવે છે તેવું કહીને પરણીતાને એકલા મૂકીને જતા રહેતા લગ્નને હજી વર્ષ પણ પૂરું નથી થયું તે પહેલા જ પરણીતા એ સાસરીયા તેમજ પતિથી ત્રસ્ત થઈને પતિ સહિત અન્ય સાસરીયા વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
માંજલપુર વિસ્તારમાં રહેતી યુવતી ના લગ્ન વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતા વિશાલ પટેલ સાથે ગત તા. 9- 5- 2023 ના રોજ થયા હતા. લગ્નના મંડપમાં જ જુદા ચોરીની રસમ દરમિયાન બંને પક્ષો વ્યવહાર બાબતે ઝઘડિયા હતા ત્યારબાદ જ્યારે પરણીતા લગ્ન પૂર્ણ કરીને સાસરીમાં હજી પગ મૂક્યો હતો તે દરમિયાન જ સાસરીયા તેમજ પતિ દ્વારા ઉગ્ર ઝઘડો કરીને પરણીતાને માનસિક ત્રાસ આપ્યો હતો તે છતાં પણ પરણીતા તમામ વસ્તુ સહન કરીને પતિ સાથે આખરે ગોવા હનીમૂન માટે ગઈ હતી હનીમૂન દરમિયાન પરણીતાએ પતિ નો ફોન જોતા તેમાં અન્ય સ્ત્રીના ફોટા જોવા મળ્યા હતા જેથી તેણે પૂછ્યું હતું કે આ કોણ છે ત્યારે પતિએ તેને ગુસ્સે થઈને જણાવ્યું હતું કે તને મારા પૂછ્યા વગર મારો ફોન અડકવો નહીં તેમજ તેને ગોવામાં એકલી મૂકીને અન્ય સ્થળે જતા રહ્યા હતા ગોવા થી પરત ફર્યા બાદ એક અઠવાડિયામાં પતિ વિશાલ કેનેડા જતો રહ્યો હતો અને પરણીતા સાસરીમાં રહેતી હતી તે દરમિયાન પણ સાસુ દ્વારા નાની બાબતે જૂઠું બોલીને પરણી તને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો તેમ જ તમામ કામ તેમની પાસેથી કરાવ્યા બાદ પણ જો નાની પણ ભૂલ થાય તો ઉગ્ર ઝઘડો કરી ને બોલાચાલી કરતા હતા તે સિવાય પરણી તને પિયર જવું હોય તો પણ તે ને સાસુની મંજૂરી લઈને જવું પડતું હતું તે સિવાય અચાનક જ દિવાળી ના સમયે પતિએ કેનેડાથી ફોન કરીને જણાવ્યું હતું કે તેને પરણિતાની કોઈ જ જરૂર નથી તેને પરત પોતાના પિયર મોકલી દો જેથી માસી સાસુ સહિતના લોકો પરણિતાને નવા વર્ષે પોતાના પિયરમાં જતું રહેવાનું જણાવ્યું હતું જેથી પરણીતા એ પતિને આ બાબતે પૂછતા તેમને કોઈ જ પ્રકારનો જવાબ આપ્યો ન હતો. લગ્નના એક વર્ષ પહેલા જ દંપતિ વચ્ચે તકરાર થતા તેમજ પરણીતાને અસહય માનસિક અને શારીરિક ત્રાસ હોવાના કારણે પરણીતાય મહિલા પોલીસ મથકમાં પતિ વિશાળ રમેશભાઈ પટેલ સાસુ મિનાક્ષીબેન રમેશભાઈ પટેલ તેમજ માસી સાસુ રેશમાબેન ઈલેશભાઈ પટેલ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.