નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. પરંતુ તે પહેલા પણ ઘણી ટીમોને (Team) એક પછી એક પ્લેયર્સ મેચની બહાર થઇ જતા આંચકાઓનો સામનો કરવો પડ્યો હતો. અત્યાર સુધી સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી (Mohammed Shami), માર્ક વુડ (Mark Wood), જેસન રોય (Jason Roy) અને હેરી બ્રુક સહિત ઘણા સ્ટાર ખેલાડીઓ IPL 2024 સીઝનમાંથી બહાર થઈ ગયા છે.
IPLમાંથી કેટલાક ખેલાડીઓ ઈજાના કારણે રમી શકશે નહીં. જ્યારે કેટલાકે વર્કલોડના કારણે પોતાના નામ પાછા ખેંચી લીધા છે. તેમજ કેટલાક એવા ખેલાડીઓ પણ છે જેમણે અંગત કારણોસર IPL ન રમવાનો નિર્ણય લીધો છે. જેમાં હવે મહેન્દ્ર સિંહ ધોની અને ઋષભ પંતની ટીમને પણ ઝટકો લાગ્યો છે. કારણકે તેમની ટીમના પણ આ સ્ટાર ખેલાડી IPL નહી રમે.
ધોનીની ટીમને લાગ્યો આંચકો
ન્યુઝીલેન્ડના સ્ટાર ઓપનર ડેવોન કોનવેએ ચેન્નાઈ સુપર કિંગ્સને આંચકો આપ્યો છે. અંગૂઠામાં ઈજાના કારણે કોનવે ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગયા છે. તેઓ લગભગ 8 અઠવાડિયા સુધી ક્રિકેટથી દૂર રહેશે. પરંતુ તેમની રીપ્લેસમેન્ટ હજુ જાહેરાત કરવામાં આવી નથી.
હેરી બ્રુક પણ ટૂર્નામેન્ટ નહીં રમે
ઋષભ પંતની દિલ્હી કેપિટલ્સએ પણ પોતાની ટીમનો એક મહત્વનો ખેલાડી નહી રમે. ઇંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન હેરી બ્રુકને તેમની ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા છે. જેને દિલ્હી કેપિટલ્સે 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હવે દિલ્હીની ટીમ તેના રિપ્લેસમેન્ટની શોધમાં છે. બ્રુકે અંગત કારણોસર પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.
સૂર્યાએ મુંબઈનું ટેન્શન વધાર્યું
T20 ક્રિકેટના નંબર-1 બેટ્સમેન સૂર્યકુમાર યાદવે તેની મુંબઈ ઈન્ડિયન્સ ટીમનું ટેન્શન વધારી દીધું છે. હાલ તે સર્જરીમાંથી સાજો થઈ રહ્યો છે. જાન્યુઆરીમાં તેની હર્નિયાની સર્જરી થઈ હતી. તેમજ સૂર્યા હાલમાં એનસીએમાં છે. સૂર્યા મુંબઈની પ્રથમ બે મેચમાંથી બહાર રહી શકે છે.
આ બંને સ્ટાર્સ ગુજરાતની ટીમમા નહીં રમે
મોહમ્મદ શમી પગની ઈજાના કારણે આખી સિઝનમાંથી બહાર છે. શમી T20 વર્લ્ડ કપમાં પણ રમી શકશે નહીં. શમીએ તાજેતરમાં લંડનમાં સર્જરી કરાવી હતી. જો કે ગુજરાતની ટીમે હજુ તેના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી નથી. આ સિવાય ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર બેટ્સમેન મેથ્યુ વેડ પણ પ્રથમ 1 કે 2 મેચમાંથી બહાર થશે.