Business

લાઈટો જતા તાત્કાલિક વિભાગની ચારેય લીફ્ટો બંધ : અનેક દર્દીઓ સ્ટ્રેચર પર તેમજ નીચે પડી રહ્યા

સતત અસુવિધાઓના કારણે સયાજી હોસ્પિટલ સુરખીઓમાં  

જનરેટર હોવા છતાં પણ લીફ્ટ બંધ રહી

વડોદરા, તા. ૧૨

મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં અસુવિધાઓને કારણે સતત ચર્ચામાં જોવા મળી રહી છે ત્યારે આજે ફરી વાર અસુવિધાના કારણે અનેક દર્દીઓને સતત એક કલાક સુધી ભારે જ્હેમતીનો સામનો કરવો પડ્યો હતો. તાત્કાલિક વિભાગમાં ગંભીર ઇજા ધરાવતા તેમજ ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીઓ આવતા રહેતા હોય છે જ્યાં પ્રથમ તેમની સારવાર કર્યા બાદ તેમને વધુ સારવાર માટે વોર્ડમાં ખસેડવામાં આવે છે પરંતુ આજે બપોરે અચાનક વીજળી ગુલ થતા લીફ્ટ બંધ પડી ગઈ હતી. હોસ્પીટલમાં અસુવિધા ઉભી ન થાય તે માટે ખાસ જનરેટર પણ લગાવામાં આવ્યા છે ત્યારે જનરેટર હોવા છતાં પણ ચારેય લીફ્ટ બંધ થઇ ગઈ હતી જેને કારણે લીફ્ટની બહાર દર્દીઓનો ખડકલો જોવા મળ્યો હતો.

મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં શહેર જિલ્લા ઉપરાંત અન્ય રાજ્ય તેમજ જિલ્લાઓમાંથી દર્દીઓ સારવાર માટે આવતા હોય છે તે સિવાય જો ગંભીર અકસ્માત કે અન્ય કોઈ ઘટના બને તો પણ દર્દીઓને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવતા હોય છે ત્યારે આજે બપોરે ત્રણ વાગે અચાનક લાઇટ ભૂલ થઈ જતા તાત્કાલિક વિભાગની તમામ લિફ્ટો બંધ થઈ ગઈ હતી જોકે અચાનક લિફ્ટ બંધ થઈ જતા કોઈપણ દર્દી ફસાયો ન હોવાથી હાશકારો જોવા મળ્યો હતો પરંતુ સતત એક કલાકથી દર્દીઓ લિફ્ટ જવા માટે લાંબી લાઈનો લગાડી હતી જોકે એક કલાકના અંતરાલ બાદ લાઇટો ફરી આવી જતા દર્દીઓમાં હસકારો જોવા મળ્યો હતો પરંતુ અમુક દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સયાજી હોસ્પિટલમાં લાઈટ જવી એ કોઈ મોટો પ્રશ્ન ન હતો કારણ કે હોસ્પિટલમાં આ સુવિધા માટે જનરેટરની વ્યવસ્થા કરવામાં આવી જ છે પરંતુ જનરેટરથી લિફ્ટ શરૂ કેમ ન થઈ તે એક મોટો પ્રશ્ન બન્યો હતો જેના કારણે તાત્કાલિક વિભાગમાં સ્ટ્રેચર પર સુતેલા દર્દીઓ તેમજ અન્ય દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી હતી.

હોસ્પિટલમાં સુવિધા વધારવાનું તો કહે છે પરંતુ જેટલી સુવિધા છે તે જ સુવિધા સંપૂર્ણ મળી રહે તે પણ બહુ મોટી વાત છે – રુચિકા મિસ્ત્રી

મારા પિતા સિનિયર સિટીઝન છે અને તેમને ચક્કર આવી રહ્યા છે તેમને છઠ્ઠા માળે લઈ જવાના છે સારવાર માટે પરંતુ એક કલાકથી લિફ્ટ બંધ હાલતમાં હોવાથી તેમને નીચે બેસાડવાની ફરજ પડી છે જનરેટર હોવા છતાં પણ લિફ્ટ કેમ ચાલુ નથી થઈ રહ્યું તે બહુ મોટો પ્રશ્ન છે.

Most Popular

To Top