Business

ગોધરાની મિલ્ક પ્રોડક્ટ બનાવતી કંપનીના પાણીના નમૂના ફેલ, સિલ કરાઈ

ગોધરા જીઆઈડીસી ખાતે આવેલી મિલ્ક પ્રોડક્ટ બનાવતી બોમ્બે ચોપાટી નામની ફેક્ટરીમાં જીપીસીબીના દરોડા, પાણીના નમુના ફેઈલ આવતા સીલ કરવાની કાર્યવાહી કરાઈ



ગોધરા શહેરના જીઆઈડીસી વિસ્તારમા આવેલી બોમ્બે ચોપાટી ફેકટરીને જીપીસીબી દ્વારા સીલ કરી દેવામા આવી હતી. ડ્રેઈન પાણીના નમુના લેવામા આવ્યા હતા.જેનો રિપોર્ટ ફેલ આવતા જીપીસીબી દ્વારા કાર્યવાહી કરવામા આવી હતી.

ગોધરા જીઆઈડીસી સ્થિતિ મિલ્ક પ્રોડક્ટ બનાવતી બોમ્બે ચોપાટી નામની ફેક્ટરી પર જીપીસીબી દ્વારા સીલ મરાયું છે. મિલ્ક પ્રોડક્ટ બનાવ્યા બાદ નીકળતા ડ્રેઈન પાણીના નમૂના એક મહિના અગાઉ લેવાયા હતા જેનો રિપોર્ટ ફેઈલ આવતા નોટિસ આપવામા આવી હતી. નોટિસ આપ્યા છતાં ફેક્ટરી દ્વારા કોઈ પણ પગલાં ના ભરાતા છેવટે જીપીસીબી દ્વારા મિલ્ક પ્રોડક્ટ બનાવતા યુનિટને સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. અગાઉ બોમ્બે ચોપાટીની મિલ્ક પ્રોડક્ટ બનાવી વેચતી દુકાન પર ફુડ પ્રોડક્ટ મા જીવાત નીકળતા ફુડ વિભાગ દ્વારા નોટિસ આપવામા આવી હતી.બોમ્બે ચોપાટી ના ફરિયાદના અનુસંધાને ગાંધીનગર થી કાર્યવાહી કરાઈ હતી. જીપીસીપીની ટીમ ગોધરા ના જીઆઇડીસી વિસ્તારમાં આવેલી બોમ્બે ચોપાટી ના પ્રોડક્શન એરિયાને સીલ કરવાની કામગીરી કરાઈ હતી.નોધનીય છે કે જીપીસીપી દ્વારા અગાઉ 15 દિવસ પહેલા પ્રિપેડ વેસ્ટ વોટર ના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે સેમ્પલ ફેલ થતાં બોમ્બે ચોપાટીને પ્રોડક્શન એરિયા ને સીલ કરાયા હતા.જેના પગલે આ રીતેની પ્રોડકટ બનાવનારાઓમા ફફડાટ વ્યાપી ગયો છે.

Most Popular

To Top