National

છત્તીસગઢમાં પોલીસ એન્કાઉન્ટરનો ભાગેડુ નક્સલી ઠાર, 6ની ધરપકડ, એક પોલીસકર્મી શહીદ

કાંકેર (બીજાપુર): છત્તીસગઢના (Chhattisgarh) કાંકેર જિલ્લામાં ગઇકાલે રવિવારે એન્કાઉન્ટર (Encounter) દરમિયાન 10 લાખ રૂપિયાનું ઈનામ ધરાવતા નક્સલવાદીને (Naxalite) ઠાર કરવામાં આવ્યો છે. આ નક્સલીએ અગાઉ એક પોલીસ કર્મચારીનું એનકાઉન્ટર કર્યું હતુ. આ ઓપરેશન નક્સલ વિરોધી અભિયાનના (Anti Naxalite campaign) ભાગ રૂપે હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ આ અભિયાન દરમિયાન એક પોલીસકર્મી શહીદ (Martyr) થયા છે.

સમગ્ર મામલે બસ્તર ક્ષેત્રના પોલીસ મહાનિરીક્ષક સુંદરરાજે જણાવ્યું હતું કે નક્સલ વિરોધી અભિયાનના ભાગ રૂપે સંયુક્ત દળોની એક ટીમની કાર્યવાહી કરી રહી હતી. દરમિયાન છોટાબેઠિયા પોલીસ સ્ટેશન હદના હિદુર ગામ નજીકના જંગલમાં એન્કાઉન્ટર થયું હતું. અધિકારીએ કહ્યું કે હિદુર જંગલમાં નક્સલવાદીઓની હાજરીની બાતમી મળ્યા બાદ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. તેમજ રાજ્ય પોલીસના ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG), બસ્તર ફાઈટર્સના જવાનો, બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) અને ડિસ્ટ્રિક્ટ ફોર્સના જવાનો આ ઓપરેશનમાં સામેલ હતા.

બસ્તર ફાઇટર્સ કોન્સ્ટેબલ શહીદ
અધિકારીએ કહ્યું કે પેટ્રોલિંગ ટીમ જંગલને ઘેરી રહી હતી, ત્યારે નક્સલવાદીઓએ તેમના ઉપર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું. આ એન્કાઉન્ટરમાં કાંકેરના પખંજુર વિસ્તારના સંગમ ગામના રહેવાસી બસ્તર ફાઇટર્સના કોન્સ્ટેબલ રમેશ કુરેઠી શહીદ થયા હતા. આઈજીએ કહ્યું, “નાગેશ નામના નક્સલવાદીનો મૃતદેહ અને એક AK-47 રાઈફલ ઘટના સ્થળેથી મળી આવી છે. નાગેશ સ્વયંભૂ પરતાપુર લોકલ ગોરિલા સ્ક્વોડ (LGS) કમાન્ડર/એરિયા કમિટી મેમ્બર (ACM) હતો. તેના ઉપર 10 લાખ રૂપિયાનું ઈનામ હતું.”

બીજાપુરમાં મહિલા નક્સલવાદીની ધરપકડ
આ સિવાય બીજાપુર જિલ્લામાં પોલીસે એક મહિલાની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર મહિલા નક્સલવાદીનાઉપર 1 લાખ રૂપિયાનું ઈનામ હતું. બીજાપુરના પોલીસ અધિક્ષક જિતેન્દ્ર કુમાર યાદવે જણાવ્યું કે મહિલા નક્સલવાદી રામ બાઈની સ્થાનિક પોલીસ, કમાન્ડો બટાલિયન ફોર રિઝોલ્યુટ એક્શન (કોબ્રા)ની 204 બટાલિયન અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની 151 બટાલિયન દ્વારા પામેડ પોલીસ સ્ટેશન હદના જરપલ્લી ગામમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

વધુમાં બીજાપુરના પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, “આ સંયુક્ત ટીમ જરપલ્લી અને અમપુર વિસ્તારોમાં નક્સલ વિરોધી અભિયાન માટે નીકળી હતી. રામ બાઈ કમલાપુર ક્રાંતિકારી આદિવાસી મહિલા સંગઠન (KAMS)ના પ્રમુખ છે. આ સંગઠન માઓવાદીઓનો મોરચો સંભાળે છે. તેમજ તેણીના ઉપર 1 લાખ રૂપિયાનું ઇનામ છે.

અલગ-અલગ ઓપરેશનમાં અન્ય 5ની ધરપકડ કરવામાં આવી
સમગ્ર મામલે એસપી જિતેન્દ્ર કુમાર યાદવે જણાવ્યું કે, એક અલગ ઓપરેશનમાં જંગલમાંથી 5 નક્સલવાદીઓ ઝડપાયા છે. તેમણે કહ્યું, “હડમા મડકમી, રમેશ અવલમ ઉર્ફે બોજા, કુમારુ લેકામ ઉર્ફે માહરુ, મદારમ પોડિયામ અને બોમદા કુહરામીને કોતરપાલ જંગલમાંથી પકડવામાં આવ્યા હતા.

ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ અને સ્થાનિક પોલીસની ટીમ જ્યારે રસ્તો ખોલવા અને અન્ય કામ કરવા નીકળી હતી ત્યારે આ લોકો ઝડપાયા હતા. તેમજ આ લોકો પાસે બે કુકર બોમ્બ, બે ટિફિન બોમ્બ, બે ડેટોનેટર વગેરે જપ્ત કરવામાં આવ્યા હતા.

Most Popular

To Top