અમદાવાદ અને સુરતમાં કામ થયું, વડોદરામાં કેમ નહિ?
ભાજપના નેતાઓની આંતરિક ખટપટો અને નબળી ઈચ્છાશક્તિ ધરાવતી રાજકીય નેતાગીરીને કારણે વડોદરા વિકાસની દોડમાં ઘણું પાછળ રહી ગયું છે તે બાબતે રવિવારે શહેરની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરના નેતાઓને માર્મિક ટકોર કરતા સવાલ કર્યો હતો કે વડોદરા પાછળ કેમ રહી ગયું?
શહેરના વિકાસના કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરતા મુખ્ય પ્રધાને વડોદરાના આગેવાનોને ટકોર કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે વડોદરા એ સુરત અને અમદાવાદ બંનેની વચ્ચે આવેલું નગર છે. ત્યારે વડોદરાએ બીજું કઈ કરવાની જરૂર નથી, પરંતુ આ બંને શહેરો તરફ જ નજર કરવાની જરૂર છે. ત્યાં જે વિકાસનું કામ થયું હોય અને વડોદરામાં ન થયું હોય તે કામ મુકવાની જરૂર છે. અમદાવાદ અને સુરત બંનેનો વિકાસ ખૂબ ગતિથી ચાલી રહયો છે, ત્યારે વડોદરા કેમ પાછળ રહી ગયું તે સમજ પડતી નથી. તેમ કહી તેઓએ સત્તાધિશોને ટકોર પણ કરી હતી. તેઓએ એમ પણ જણાવ્યું હતું કે તાજેતરમાં જ બિલ ગેટ્સ વડોદરા થઈને એસ ઓ યુ ગયા હતા ત્યારે મોટી મોટી હસ્તીઓ વડોદરાથી જ આગળ વધવાની છે જેથી વડોદરા એ પાછળ ન રહેવું જોઈએ
વડોદરા પાછળ કેમ રહી ગયું? મુખ્યમંત્રીની માર્મિક ટકોર
By
Posted on