Business

MSUની પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી ખાતે બે દિવસીય તબલાના નેશનલ વર્કશોપ યોજાયો

વડોદરા, તા.28
મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સીટીની ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સના ડિપાર્ટમેન્ટ ફેકલ્ટીના ડીન પ્રોફેસર ગૌરાંગ ભાવસાર એ જણાવ્યું હતું કે તબલા વિભાગ અવારનવાર વિદ્યાર્થીઓ ના જ્ઞાન વધારા માટે પ્રવૃત્તિઓ કરતું રહે છે જેમાં અલગ અલગ લેક્ચર્સ, રિયાઝ સેશન, વર્કશોપ વગેરેનું આયોજન થાય છે. આ અંતર્ગત ચાલું શૈક્ષણિક વર્ષના બીજા સત્રમાં મુંબઈના ફરુખાબાદ ઘરાનાના પંડિત અનિશ પ્રધાનજી ના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ નેશનલ વર્કશોપ માં તબલા વિભાગના તથા દેશભરમાંથી ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમ દ્વારા 80 થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ નેશનલ વર્કશોપનું આયોજન કુલ ચાર સેશનમાં કરવામાં આવ્યું છે. તબલાના વિદ્યાર્થીઓને ફરુખાબાદ ઘરાના અને તબલાની વિવિધ પ્રકારની બંદિશો જેમ કે કાયદા, રેલા, ગત, ટુકડા વગેરેની શિક્ષા મળી રહે તે હેતુથી આ વર્કશોપનું આયોજન કરવામાં
આવ્યું છે.

Most Popular

To Top