વડોદરા, તા.27
વડોદરા મધ્યસ્થ જેલ ખાતે બંદીવાનોને રોજગારી અને પ્રવૃત્તિ પૂરી પાડવાના ઉદ્દેશ સાથે રાજ્યના જેલ વડા ડો. કે. એલ. રાવના વરદહસ્તે ઓર્ગેનિક કમ્પોસ્ટ મશીન તથા સફારી બેગ બનાવવા માટેના નવીન શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે બંદીવાનોના ચિતની શુદ્ધિ માટે યોજાયેલ અગિયાર દિવસીય વિપશ્યના શિબીરનો પૂર્ણાહુતિ કાર્યક્રમ પણ યોજાયો હતો.આ કાર્યક્રમ અંતર્ગત ઓર્ગેનિગ વેસ્ટ કમ્પોસ્ટ મશીનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે.
આ મશીનમાં જેલની અંદર રહેલ ફૂડ વેસ્ટ, સૂકા પાંદડા, શાકભાજીના શેષ પદાર્થો પર ચોવીસ કલાકની પ્રક્રિયા બાદ તૈયાર ડ્રાય કમ્પોસ્ટ ખાતર બનાવી શકાય તે રીતે આ મશીનની ઓર્ગેનિગ વેસ્ટ ક્મ્પોસ્ટ મશીનની રચના કરવામાં આવી છે. આ મશીન દ્વારા ઉત્પાદિત ઓર્ગેનિક વેસ્ટ કમ્પોસ્ટ ખાતરને જેલમાં થતાં ખેતીકામ તેમજ જેલ હસ્તકની દંતેશ્વર ઓપન જેલ ખાતે ખેતીકામ માટે ઉપયોગમાં લેવામાં આવનાર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઇન્સ્ટોલ કરેલ ઓર્ગેનિક વેસ્ટ કમ્પોસ્ટ મશીનનો પાવર વપરાશ ખૂબ જ નહીવત્ હોવાથી ઓછું ખર્ચાળ પણ છે.સાથે સાથેબંદીવાનોને રોજગારી મળે તે માટે સફારી કંપનીના બેગના ઉત્પાદન માટે નવીન શેડ બનાવવામાં આવ્યો છે. જેમાં નીચે ચાર લાઈન બનાવવામાં આવી છે. લોકાર્પણ થયેલ આ સફારી શેડમાં 160 કેદીઓ એક સાથે મહિને 55 હજાર બેગનું ઉત્પાદન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
મધ્યસ્થ જેલમાં ઓર્ગેનિક કમ્પોસ્ટ મશીનઅને સફારી બેગના શેડનુ લોકાર્પણ
By
Posted on