SURAT

ઈ-મોપેડ પર સ્ટંટ કરવાનું પાંડેસરાના ટાબરિયાંઓને ભારે પડ્યું, પોલીસે ઊંચકી લીધા

સુરત: સોશિયલ મીડિયા (SocialMedia) પર વાયરલ (Viral) થવાના ક્રેઝમાં ટીનએજર્સમાં વાહનો પર જોખમી સ્ટંટ કરવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. સુરતમાં પણ વાહનો પર સ્ટંટ કરતા હોવાની અનેક ઘટના અવારનવાર સામે આવતી હોય છે. બે દિવસ પહેલાં સુરતનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં બે ટાબરિયાં ઈ મોપેડ પર જોખમી સ્ટંટ કરતા જોવા મળ્યા હતા. જોકે, સ્ટંટ કરવાનું આ ટાબરિયાંઓને ભારે પડ્યું છે. પોલીસે બંનેને મેથીપાક ચખાડ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બે દિવસ પહેલાં સુરતનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં ટાબરીયા પોતાની સાથે અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકે તે રીતે બીઆરટીએસ માં પણ ઘૂસીને મોપેડ ચલાવી હતી. વાયરલ વિડીયો બાદ પાંડેસરા પોલીસે બંને ટાબરીયાઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  • પાંડેસરામાં ઈ મોપેડ પર જોખમી સ્ટંટ કરતા બે ટાબરિયાનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ પોલીસે બંનેને અટકાયત કરી

આ વીડિયો સુરતના પાંડેસરાના પિયુષ પોઇન્ટથી દક્ષેશ્વર મંદિર વચ્ચેના રસ્તા પરનો હતો. આ રોડ પર ઈલેક્ટ્રીક મોપેડ પર બે ટાબરિયા જોખમી સ્ટંટ કરી વાહન હંકારી રહ્યાં હતાં. બે પૈકી એક ટાબરિયો હેન્ડલ અને સીટ વચ્ચેની જગ્યા પર બેસીને મોપેડ ચલાવતો હતો, જ્રયારે અન્ય સગીર પાછળની સીટ પર મોં ઢાંકીને બેઠો છે. ટાબરિયો સર્પાકાર રીતે ઈ મોપેડ દોડાવી અન્ય વાહનચાલકોના જીવ પર પણ જોખમમાં મુક્યા હતા.

આ ટાબરિયાંઓના સ્ટંટનો વીડિયો કોઈ વાહનચાલકે પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો, જે બાદમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયો પોલીસ સુધી પહોંચતા પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસે વીડિયોને ગંભીરતાને જોઈ તાત્કાલિક બંને બાળકોને શોધી કાઢવા માટે લગાવી હતી. દરમિયાન મોડી સાંજે પાંડેસરા પોલીસે જોખમી રીતે મોપેડ ચલાવનાર બંને ટાબરીયાઓને પકડી પાડ્યા હતા. અને તેમને ડિટેઇન કરી તેમના માતા પિતાને પોલીસ સ્ટેશન બોલાવી કાયદાનું ભાન થાય તે પ્રકારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top