SURAT

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ પદે મૂળ સુરતી રાજેન્દ્ર કાપડિયાની નિમણૂંક

સુરત(Surat): છેલ્લાં કેટલાંક સમયથી સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના (SuratNagarPrathmikShikshnaSamiti) અધ્યક્ષ (President) પદે કોની નિમણૂંક કરવામાં આવશે તે અંગે અનેક અટકળો ચાલી રહી હતી. કાર્યકારી અધ્યક્ષ સ્વાતિ સોસાને (SwatiSosa) જ કાયમી જવાબદારી સોંપવામાં આવશે તેવી ચર્ચા હતી. જોકે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષની જાહેરાતમાં પણ સ્કાયલેબ જેવી સ્થિતિ જોવા મળી હતી. શહેર ભાજપના સિનિયર કાર્યકરને અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપાતા અટકળોનો અંત આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નવા અધ્યક્ષ તરીકે ભાજપના સિનિયર કાર્યકર રાજેન્દ્ર કાપડિયાનું (RajendraKapadiya) નામ જાહેર કરાયું છે. કાપડિયા હવે સમિતિના નવા અધ્યક્ષ બન્યા છે. જયારે ઉપાધ્યાક્ષ તરીકે રંજના ગોસ્વામીનું (RanjanGoswami) નામ જાહેર કરાયું છે. આજની સામાન્ય સભામાં રાજેન્દ્ર કાપડિયા અને રંજના ગોસ્વામીને અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તરીકેની જાહેરાત થતા અત્યાર સુધી ચાલતી તમામ અટકળોનો અંત આવ્યો છે.

આ અગાઉ થોડા દિવસ પહેલાં કથિત પત્રિકા કાંડમાં નામ ઉછળતા શિક્ષણ સમિતિના તત્કાલીન અધ્યક્ષ ધનેશ શાહનું રાજીનામું લઈ લેવાયું હતું. ત્યારબાદ કાર્યકારી અધ્યક્ષ સ્વાતિ સોસાએ બોર્ડની કાર્યવાહી સંભાળી હતી. રાજેન્દ્ર કાપડિયાના નામની અધ્યક્ષ પદ માટે દરખાસ્ત યશોધર દેસાઈએ કરી હતી. સંજય પાટીલે યશોધર દેસાઈની દરખાસ્તને ટેકો જાહેર કર્યો હતો.

કાર્યકારી અધ્યક્ષ સ્વાતિ સોસાએ કોઇ દરખાસ્ત આવી ન હોઈ રાજેન્દ્ર કાપડિયાને અધ્યક્ષ જાહેર કર્યા હતા. ત્યારબાદ અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ ઉપાધ્યક્ષના નામ માટે દરખાસ્ત રજૂ કરવા કહ્યું હતું. ત્યારે વિનોદ ગજેરાએ રંજના ગોસ્વામીના નામની દરખાસ્ત રજૂ કરી હતી. તેને અનુરાગ કોઠારીએ ટેકો આપ્યો હતો. તેથી ઉપાધ્યક્ષ તરીકે રંજના ગોસ્વામીના નામની જાહેરાત કરાઈ હતી. બંને મહાનુભાવોએ તરત જ કાર્યભાર સંભાળી લીધો હતો.

જણાવી દઈએ કે, કથિત પત્રિકા કાંડ બાદ શિક્ષણ સમિતિના અધ્યક્ષનું રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું. શિક્ષણ સમિતિના અધ્યક્ષના રાજ્યમાં બાદ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કોણ હશે તેની અનેક અટકળો ચાલતી હતી. આજે શહેર ભાજપ દ્વારા આપવામાં આવેલા મેન્ડેટના આધારે મૂળ સુરતી અને અઠવા ઝોનના રાજેન્દ્ર કાપડિયાને શિક્ષણ સમિતિના નવા અધ્યક્ષ તરીકેની જાહેરાત કરવામાં આવી હતી.

Most Popular

To Top