Vadodara

પશ્ચિમ રેલવેના 16 રેલવે સ્ટેશનોને આધુનિક અને સુવિધાયુક્ત બનાવાશે

વડોદરા, તા.22
રેલવે સ્ટેશનોને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવા માટે કેન્દ્ર સરકારનો રેલવે વિભાગ પ્રયત્નશીલ છે. મુસાફરોને સુખસુવિધાઅો મળી રહે અને આરામદાયક મુસાફરી થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર અમૃત સ્ટેશન યોજના હેઠળ કુલ 16 સ્ટેશનોમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. આ સ્ટેશન ભાવિ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આધુનિક તેમ જ સર્વ સુવિધાયુક્ત બનાવવામાં આવી રહ્યા છે. આ યોજનના પ્રથમ તબક્કામાં વડાપ્રધાને 6 ઓગસ્ટ 2923ના મંડળના 7 સ્ટેશનોની આધારશિલા મૂકી હતી જેના પર ઝડપથી કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. બીજા તબક્કામાં તા. 26 ફેબ્રુઆરી, 2024 (સોમવાર)ના રોજ વડાપ્રધાન વર્ચ્યુઅલ રીતે મંડળના આઠ સ્ટેશનો – કિમ, કોસંબા, સાયણ, ઉત્રાણ, અંકલેશ્વર, ગોધરા, કરમસદં તેમ જ મહેમદાવાદ ખેડા રોડ સ્ટેશનોના પુનર્વિકાસ માટે શિલાન્યાસ કરશે.
ઉલ્લેખનીય છે કે વડોદરા મંડળ ખાતે આ સ્ટેશનોના પુનર્વિકાસ માટે લગભગ 155 કરોડ રૂપિયા અને આરઓબી-આરયુબીના નિર્માણ માટે લગભગ 618 કરોડ રૂપિયા સહિત કુલ 773 કરોડ રૂપિયાથી પણ વધારેના કાર્યો કરવામાં આવશે.
ભારતીય રેલવે સ્ટેશનોના પુનર્વિકાસ માટે કટિબદ્ધ છે, જેથી નાગરિકો તથા રેલયાત્રીઓને વધારે સારી આધુનિક સુવિધાઓ મળી શકશે. એથી સ્થાનિક ગામડા અને શહેરોનો પણ વિકાસ થઇ શકશે અને યાત્રીઓની રેલયાત્રા આરામદાયક થઇ શકશે. આ સ્ટેશનોના વિકાસકાર્યો ઝડપથી પૂર્ણ કરવાની યોજના પણ છે જેથી તેનો ઝડપથી લાભ મળી શકે.

Most Popular

To Top