કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે
પશ્ચિમ રેલ્વેના આણંદ – ગોધરા સેક્શનના આણંદ – ઓડ સ્ટેશનો વચ્ચે ડબલિંગ કામને કારણે લેવામાં આવેલા બ્લોકને કારણે, MEMU ટ્રેન 21 ફેબ્રુઆરી 2024 થી 04 માર્ચ 2024 સુધી રદ રહેશે, કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.
ડાયવર્ટ કરેલા રૂટ પર દોડતી ટ્રેનોમાં ટ્રેન નંબર 20936 ઈન્દોર – ગાંધીધામ સુપરફાસ્ટ તારીખ 25 ફેબ્રુઆરી અને 3 માર્ચ ના રોજ ગોધરા, ડાકોર, આણંદ થઈને તેના નિર્ધારિત રૂટને બદલે ગોધરા, છાયાપુરી, બાજવા, આણંદ થઈને દોડશે. ટ્રેન નંબર 20935 ગાંધીધામ – ઈન્દોર સુપરફાસ્ટ તારીખ 26 ફેબ્રુઆરી અને 4 માર્ચના રોજ આણંદ, ડાકોર, ગોધરા થઈને તેના નિર્ધારિત રૂટને બદલે આણંદ, બાજવા, છાયાપુરી, ગોધરા થઈને દોડશે. ટ્રેન નંબર 19320 ઈન્દોર – તારીખ 27 ફેબ્રુઆરીની વેરાવળ એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટને બદલે ગોધરા, ડાકોર, આણંદ થઈને ગોધરા, છાયાપુરી, બાજવા, આણંદ થઈને દોડશે. ટ્રેન નંબર 19319 વેરાવળ – તા.21 ફેબ્રુઆરી અને 28 ફેબ્રુઆરીની ઇન્દોર એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટને બદલે આણંદ, ડાકોર, ગોધરા થઈને આણંદ, બાજવા, છાયાપુરી, ગોધરા થઈને દોડશે. 21 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી ટ્રેનો રદ રહેશે. જેમાં ટ્રેન નંબર 09379 આણંદ – ડાકોર મેમુ ટ્રેન રદ રહેશે. ટ્રેન નંબર 09380 ડાકોર – આણંદ મેમુ ટ્રેન રદ રહેશે. ટ્રેન નંબર 09393 આણંદ – ગોધરા મેમુ ટ્રેન રદ રહેશે. ટ્રેન નંબર 09396 ગોધરા – આણંદ મેમુ ટ્રેન રદ રહેશે. આ ટ્રેનો 21 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી સદાનાપુરા – ભાલેજ સ્ટેશનો અને 28 ફેબ્રુઆરીથી થી 04 ફેબ્રુઆરી સુધી ઓડ સ્ટેશન પર રોકાશે નહીં. ટ્રેન નંબર 09131 આણંદ – ગોધરા મેમુ ટ્રેન, ટ્રેન નંબર 09132 ગોધરા – આણંદ મેમુ ટ્રેન , ટ્રેન નંબર 09349 આણંદ – ગોધરા મેમુ ટ્રેન, ટ્રેન નંબર 09133 આણંદ – ગોધરા મેમુ ટ્રેન, ટ્રેન નંબર 09350 દાહોદ – આણંદ મેમુ ટ્રેન, ટ્રેન નંબર 09134 ગોધરા – આણંદ મેમુ ટ્રેન,ટ્રેન નંબર 09395 આણંદ – ગોધરા મેમુ ટ્રેન રોકાશે નહીં.