2025-26થી વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા બે વાર આપી શકશે :
વર્ષમાં બે વાર બોર્ડની પરીક્ષા લેવાનો એકમાત્ર હેતુ બાળકો પર પરીક્ષાનો તણાવ ઓછો કરવાનો છે :
( પ્રતિનિધિ ) વડોદરા તા.20
ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની આગામી સત્ર એટલે કે 2025-26થી બોર્ડની પરીક્ષાઓ વર્ષમાં બે વખત લેવામાં આવશે. પરીક્ષામાં બે વાર હાજર રહેવાના કિસ્સામાં ફક્ત તેમનો શ્રેષ્ઠ સ્કોર અંતિમ ગણવામાં આવશે. વર્ષમાં બે વાર બોર્ડની પરીક્ષા લેવાનો એકમાત્ર હેતુ બાળકો પર પરીક્ષાનો તણાવ ઓછો કરવાનો છે. જો તેઓ પરીક્ષા દરમિયાન તૈયાર ન હોય તો તેઓ પરીક્ષા છોડી શકે છે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એક કાર્યક્રમ દરમિયાન વર્ષમાં બે વખત બોર્ડ પરીક્ષાની જાહેરાત કરી હતી. થોડા સમય પહેલા એક નિવેદનમાં તેમણે એમ પણ કહ્યું હતું કે ઉમેદવારો પાસે તેઓ ઇચ્છે તે પરીક્ષામાં ભાગ લેવાનો વિકલ્પ હશે. જો તેઓ પરીક્ષા આપવા માંગતા હોય તો એકવાર અને જો તેઓ બે વખત પરીક્ષા આપવા માંગતા હોય તો બે વખત આપી શકશે. જો તમે એકવાર પરીક્ષા આપીને સંતુષ્ટ હોવ તો બીજી વાર પરીક્ષામાં બેસશો નહીં. વર્ષમાં બે વાર બોર્ડની પરીક્ષા લેવાનો એકમાત્ર હેતુ બાળકો પર પરીક્ષાનો તણાવ ઓછો કરવાનો છે. જો તેઓ પરીક્ષા દરમિયાન તૈયાર ન હોય તો તેઓ પરીક્ષા છોડી શકે છે. આ સાથે જો એકવાર પેપર સારા ન હોય અથવા તેમને લાગે કે તેઓ વધુ સારું કરી શકે છે તો તેઓ ફરીથી મળેલી તકનો લાભ લઈ શકે છે. આ અંગે શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નો એક ધ્યેય વિદ્યાર્થીઓ પરના તણાવને ઓછો કરવાનો છે. આ અંતર્ગત આગામી સત્ર એટલે કે વર્ષ 2025-26થી ધોરણ 10 અને 12ની પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવશે. નવા અભ્યાસક્રમ ફ્રેમવર્કમાં ગયા વર્ષે જાહેરાત કરવામાં આવી હતી કે બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વાર લેવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં સારો દેખાવ કરવાની પૂરતી તક અને સમય મળે. તેઓ તેમનો શ્રેષ્ઠ સ્કોર રાખી શકે છે.
બે વાર પરીક્ષા લેવાથી શિક્ષણનું સ્તર સુધારવામાં મદદ મળશે કારણ કે વિદ્યાર્થીઓ વધુ સારી રીતે તૈયારી કરશે
વર્ષમાં બે વાર પરીક્ષા આપવાનો વિકલ્પ મળવાથી વિદ્યાર્થીઓ પર પરીક્ષાનો તણાવ ઓછો થશે. જો તેઓ એકવાર પરીક્ષામાં સારો દેખાવ ન કરી શકે તો તેઓ બીજી વાર પરીક્ષા આપીને તેમનો સ્કોર સુધારી શકે છે. જે વિદ્યાર્થીઓ પ્રથમ વખત પરીક્ષામાં સારો દેખાવ કરી શકે છે તેઓ બીજી વાર પરીક્ષા આપીને તેમના માર્ક્સ વધુ સુધારી શકે છે. જે વિદ્યાર્થીઓ કોઈ કારણસર પરીક્ષા આપી શકતા નથી તેઓ બીજી વાર પરીક્ષા આપી શકે છે. વિદ્યાર્થીઓ તેમની તૈયારી અને શૈક્ષણિક કાર્યક્રમ મુજબ પરીક્ષા આપવાનો વિકલ્પ પસંદ કરી શકે છે. જે વિદ્યાર્થીઓ અન્ય પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માંગે છે તેઓ તેમના શૈક્ષણિક કાર્યક્રમને વધુ સારી રીતે ગોઠવી શકે છે. બે વાર પરીક્ષા લેવાથી શિક્ષણનું સ્તર સુધારવામાં મદદ મળશે કારણ કે વિદ્યાર્થીઓ વધુ સારી રીતે તૈયારી કરશે. શિક્ષકો પણ વિદ્યાર્થીઓને વધુ અસરકારક રીતે શીખવવા માટે પોતાની શિક્ષણ પદ્ધતિઓમાં સુધારો કરશે : પરેશ.એચ.શાહ આચાર્ય જય અંબે વિદ્યાલય