Gujarat Main

ભારતીય જ્ઞાન પ્રણાલીના સંદર્ભમાં વિશ્વ કક્ષાના સેમિનારનું આયોજન :

દેશ વિદેશના શિક્ષકો,શોધાર્થીઓ તેમજ વિધાર્થીઓ ભાગ લેશે :

ભારતીય જ્ઞાન પ્રણાલીના સંદર્ભમાં ભારતીય પ્રદર્શન, દ્રશ્ય અને સાહિત્યિક કળાનું ઉપનેવેશિકરનનું વિષે પ્રચાર-પ્રસાર કરવામાં આવશે :

( પ્રતિનિધિ ) વડોદરા તા.20

ભારતીય જ્ઞાન પ્રણાલીના સંદર્ભમાં ભારતીય પ્રદર્શન, દ્રશ્ય અને સાહિત્યિક કળાનું ઉપનેવેશિકરન શીર્ષક પર વિશ્વ કક્ષાના સેમિનારનું આયોજન ડીપાર્ટમેન્ટ ઓફ ઈન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક, ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટસ દ્વારા તારીખ 22 અને 23 ફેબ્રુઆરીના રોજ રાખવામાં આવ્યું છે.

ડીપાર્ટમેન્ટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક, ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટસ, વડોદરા દ્વારા આયોજિત ભારતીય જ્ઞાન પ્રણાલીના સંદર્ભમાં ભારતીય પ્રદર્શન, દ્રશ્ય અને સાહિત્યિક કળાનું ઉપનેવેશિકરનના સેમિનારનું આયોજન તારીખ 22 અને 23 ફેબ્રુઆરી ના રોજ ફેકલ્ટી ખાતે રાખવામાં આવ્યું છે. આ સેમિનારમાં મુખ્ય અતિથિ તરીકે ભારતીય સંગીતના વિશ્વ કક્ષા ના મૂર્ધન્ય કલાકાર એવમ સિતાર વાદક પદ્મશ્રી ઉસ્તાદ શાહિદ પરવેજજી ઉપસ્થિત રહશે. દેશ વિદેશના શિક્ષકો, શોધાર્થીઓ તેમજ વિધાર્થીઓ ભાગ લેશે. આ સેમિનારમાં દેશ-વિદેશના પ્રમુખ શિક્ષકો, શોધાર્થીઓ અને વિધાર્થીઓ સંગીત, નૃત્ય, નાટક, સાહિત્ય, અને ફાઇન આર્ટ્સ વિષયમાં તમામ વિષયોના વિશેષજ્ઞ પોતાના જ્ઞાન ની ધારા વહાવશે. આ દેશ વિદેશના શિક્ષકો, શોધાર્થીઓ તેમજ વિધાર્થીઓ ભાગ લેશે. જે છાત્રોને વિચારશીલ તરીકે વિકસાવવાનું અને તમામ ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા મેળવવાનો ઉદ્દેશ્ય છે. આ સેમિનારમાં અંગેજો ભારતમાં હતા ત્યારે અને ત્યાર બાદ આપણી ભારતીય જ્ઞાન પ્રણાલી પર શું અસર પડેલ છે તેની જાણકારી મળશે, ભારતીય જ્ઞાન પ્રણાલીના સંદર્ભમાં ભારતીય પ્રદર્શન, દ્રશ્ય અને સાહિત્યિક કળાનું ઉપનેવેશિકરનનું વિષે નું પ્રચાર-પ્રસાર કરવામાં આવશે. છાત્રો અને વિદ્યાર્થીઓ સંગીત, નૃત્ય, નાટક, સાહિત્ય, અને ફાઇન આર્ટ્સ વિષયમાં તમામ પરિપ્રેક્ષ્ય અને અનુભવ સાથે આ સેમિનારનો લાભ ઉઠાવી શકે છે. સેમિનારના પ્રથમ દિવશે તા.22 ના રોજ છેલ્લા સત્રમાં ફેકલ્ટીના વિભિન્ન વિભાગો દ્વારા સંગીત, નૃત્ય, નાટ્ય ની પ્રસ્તુતિઓ દ્વારા વસંત ઉત્સવ ની ઉજવણી કરવામાં આવશે. આ સેમિનારનો આયોજન તમામ સંગીત, નૃત્ય, નાટક, સાહિત્ય અને ફાઇન આર્ટ્સના પ્રેમીઓ અને શોધાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ અવસર છે. પરિસંવાદનો ઉદ્દેશ્ય ભારતીય જ્ઞાન પ્રણાલીના સમૃદ્ધ ઊંડાણમાં ભારતીય પ્રદર્શન, દ્રશ્ય અને સાહિત્યિક કળાના વિસ્થાપનની આવશ્યક પ્રક્રિયાની શોધ અને ચર્ચા કરવાનો છે. કલાત્મક અભિવ્યક્તિઓ પર વસાહતી વારસાની અસરની વિવેચનાત્મક રીતે તપાસ કરીને, સેમિનારનો ઉદ્દેશ કલાના ક્ષેત્રમાં ડિકોલોનાઇઝેશનની જરૂરિયાત અને સાંસ્કૃતિક ઓળખ માટે તેની અસરોની ઊંડી સમજણને પ્રોત્સાહન આપવાનો છે. આ કાર્યક્રમ ને સફળ કરવા માટે ડીપાર્ટમેન્ટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિકના હેડ તેમજ ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટસ ના ડીન પ્રો.ડો.ગૌરાંગ ભાવસાર ના માર્ગદર્શન હેઠળ કન્વીનર તરીકે ડો.વિશ્વાસ સંત અને કોર્ડીનેટર ડો.રાહુલ બરોડિયા તેમજ કોકોર્ડીનેટર તરીકે નીતિન પરમાર તેમજ ડીપાર્ટમેન્ટ અને ફેકલ્ટી ના શિક્ષકો, વિધ્યાર્થીઓએ જેહમત ઉઠાવીને તેને સફળ બનાવા વિશેષ યોગદાન આપી રહ્યા છે.

Most Popular

To Top