રેસિડેન્સીયલ વિસ્તારમાં કેટરિંગના વ્યવસાય સામે લોકોમાં રોષ
ઘરની બહાર ગેસના બોટલ મૂકી રાખતા હોવાના આક્ષેપ
વડોદરાના નવાપુરા ખારવા વાડ ખાતે રેસીડેન્સીયલ વિસ્તારમાં કેટરિંગનો વ્યવસાય ચલાવતી મહિલાના નિવાસ્થાને પ્રેશર કૂકર ફાટતા બે મહિલા દઝાઈ હતી. ફાયર બ્રિગેડ પહોંચે તે પૂર્વે ઈજાગ્રસ્ત મહિલાઓને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી. જ્યારે સમગ્ર મામલે સ્થાનિક રહેશો કેટરીના વ્યવસાય સામે આક્રોશ વ્યક્ત કરી તંત્રને તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા અનુરોધ કર્યો હતો.
જો કોઈ સિલિન્ડર ફાટે તો મોટી હોનારત સજાઈ શકે છે તંત્ર યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરે તેવી માંગ
વડોદરાના નવાપુરા વિસ્તાર ખાતે આવેલ ખારવાડમાં રેસીડેન્સીયલ વિસ્તાર હોવા છતાં કેટરીંગ નો ધંધો કરતી મહિલા પોતાના ઘરે ઓર્ડર હોવાના કારણે ગેસ પર કૂકર ચઢાવ્યું હતું જે પ્રેશર ના કારણે ફાટતાં ધડાકાભેર અવાજ થતાની સાથે વિસ્તારના લોકો ફફડી ઉઠ્યા હતા અને સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરતા ની સાથે જ ફાયરબ્રિગેડ પણ ઘટના સ્થળ પર દોડી આવી હતી આ બનાવમાં સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 2 દજાયા છે જેમને 108 ના મારફતે એસએજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે રેસીડેન્સીયલ વિસ્તારમાં કેટરિંગ નો વ્યવસાય ધમધમી રહ્યો છે. ત્યારે વિસ્તારના લોકો ના જીવ પણ ટાળવે ચોંટે છે. કારણ કે કેટરિંગના વ્યવસાય માટે મોટી સંખ્યામાં ગેસના સિલિન્ડર ઓ મહિલાની ઘરની બહાર મૂકવામાં આવે છે. જ્યારે વિસ્તારના લોકોમાં ભય છે કે જો આટલા બધા સિલેન્ડરમાંથી કોઈ સિલિન્ડર ફાટે તો મોટી હોનારત સર્જાઇ શકે છે. જેથી તંત્રને અનુરોધ કર્યો છે કે આ મામલે તપાસ કરી યોગ્ય નિર્ણય લે. ત્યારે બીજી બાજુ ફાયર બ્રિગેડને કૂકર ફાટવાનો કોલ નહીં. પરંતુ સિલિન્ડર ફાટવાની વર્ધી મળી હતી.