આપણે જે તે ધર્મના પુસ્તકોમાં ઘણી સારી સારી વાતો વાંચીયે છીએ, ખુશ થઈએ છીએ. પણ અમલ કરવાની વાત આવે ત્યારે વ્હોટ્સ યુનિવર્સિટીમાં જેમ સુવિચારો વાંચીને ભુલી જઈએ તેમજ મહદ અંશે થતું હોય છે. તેવો જ એક વધુ પ્રયોગ આખા માનવ સમાજ માટે મારા મિત્રથી યશવંતભાઈ મોદીએ અમેરિકાથી મને મોકલેલ ઈમેલ હું સમગ્ર માનવ સમાજ માટે ગુજરાતમિત્ર દ્વારા સામાન્ય જનસમુદાયને તથા શાસન કરવા તલ પાપડ થતા, રાજકારણીઓ માટે મહાભારતનો સાર જુદાજુદા ફક્ત નવ મુદ્દાઓમાં જણાવું છું. (1) સંતાનોની ખોટી જીદ અને માંગણીઓ ઉપર તમારો જો સમયસર અંકુશ નહિ હોય તો, જીવનમાં છેલ્લે તમે નિ:સહાય થઈ જશો. – કૌરવો. (2) તમે ગમે તેટલા બલવાન હો પણ તમે અધર્મનો સાથ આપશો તો, તમારી શક્તિ, અસ્ત્ર-શસ્ત્ર, વિદ્યા, વરદાન, બધું જ નકામું થઈ જશે. કર્ણ 3) સંતાનોને એટલા મહત્વાકાંક્ષી ન બનાવો કે, વિદ્યાનો દુરૂપયોગ, કરીને સર્વનાશ નોતરે – અશ્વસ્થામાં
4) ક્યારેય કોઈને એવાં વચન ના આપો કે, જેનાથી તમારે અધર્મીઓની સામે સમર્પણ કરવું પડે – ભીષ્મપિતા 5) સંપત્તિ, શક્તિ, સત્તા, સંખ્યાનો દુરુપયોગ, અને દુરાચારીઓ્નો સથવારો, અંતે સર્વનાશ નોતરે – દુર્યોધન 6) અંધ વ્યકિત અર્થાત… સ્વાર્થઅંધાન્ધ, વિત્તાંધ, મદાંઘ, જ્ઞાનાન્ધ, મોહાન્ધ અને કામાંધ વ્યકિતના હાથમાં સત્તાનું સુકાન ના સોંપવું જોઈએ. નહીં તો તે સર્વનાશ – ધૃતરાષ્ટ્ર 7.) વિધાની સાથે વિવેક હશે તો, તમે અવશ્ય વિજ્યી થશો. -અર્જુન 8) બધા સમયે – બધી બાબતોમાં છળકપટથી તમે બધે, બધી બાબતમાં દરેક વખત સફળ નહીં થાવ. – શકુનિ 9) જો તમે નીતિ ધર્મ-કર્મ સફળતા પૂર્વક નિભાવશો તો… વિશ્વની કોઈપણ શક્તિ, તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે. – યુધિષ્ઠિર. બાકીના મુદ્દા નં. 2, 4, 6 અને આઠ. એવા રાજકારણીઓ માટે અગત્યના છે અને સાચું હિત હોય, જ્યારે મુદ્દો નં. 5 અને નવ સમગ્ર માનવ સમાજ માટે અગત્યના છે. એવું મારું માનવું છે. અસ્તુ !!!
સુરત – રાજેન્દ્ર કર્ણિક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
નિરંકુશ બસ સેવા કેટલાનો જીવ લેશે?
હવે તો સીટી બસના ડ્રાઇવરો એ ખરેખર આંતક મચાવ્યો છે 13 .1. 24 ના રોજ સવારે ટ્યુશને જવા નીકળેલો ગૌરવ રાજેશકુમાર બારડોલીયા નામના વિદ્યાર્થી નું સીટી બસના પીધેલા ડ્રાઈવરે અડફતે લેતા તેનું ઘટના સ્થળપર જ કમ કમાટી ભળ્યુ મૃત્યુ થયું હતું પોલીસ જે રીતે ગાડી ચાલકોનું બ્રેથ લાઈઝર મોઢામાં મૂકીને દારૂ પીધેલ છે કે કેમ તેની તપાસ કરે છે તેવી જ રીતે રોજ સવાર બપોર સાંજ બસના ડ્રાઇવરોના મોઢામાં બ્રેથ લાઈઝર મૂકીને દારૂ પીધેલો હોય કે કેમ તેની તપાસ કરવી જોઈએ મારું માનવું છે કે ઘણા બસ ચલાવતા ડ્રાઇવરો પીધેલા પકડાશે
24 05 2023 ના ગુજરાત મિત્ર મા સીટી બસ ના ડ્રાઇવરોને અંકુશમાં રાખો અને સીટી બસની સ્પીડ એન્જિનમાંથી જ ઓછી કરાવી દો જેથી કરી તેવો બેફામ બસ ચલાવીજના શકે તે મુજબનું મારું ચર્ચા પત્ર હતું ચર્ચા પત્ર વાંચીને જે ખાતા માટે ફરિયાદ હોય તેવી ગણી ફરિયદો દુર કરવા ઓફીસરે ફરીયાદ મુજબ કામ કરવુ પડે છે તે ચર્ચા પત્ર નો પ્રભાવ છે જો સીટી માં ભરચક વિસ્તાર માં ચાલતી બસની સ્પીડ ઓછી કરવાનું મારું ચર્ચાપત્ર નું સૂચન જો ધ્યાને લીધું હોત તો આજે આ આશાસ્પદ વિદ્યાર્થી ગૌરવ બારડોલીયા સાથે આ ગોઝારો અકસ્માત થયો ન હોત
સુરત – વિજય તુઈવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે