Vadodara

આણંદમાં કામકાજના સ્થળે થતી સતામણી અંગે માર્ગદર્શન અપાયું

આણંદ, તા.9
કમિશ્નર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પ્રેરિત તથા આણંદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કામકાજના સ્થળે થતી જાતીય સતામણી અધિનિયમ-2013 અંતર્ગત માર્ગદર્શન સેમિનારનું આણંદની એન.એસ.પટેલ કોલેજ ખાતે ખાતે આયોજન કરવામાં આવ્યુ હતું.
આ માર્ગદર્શક સેમિનારમાં કામકાજના સ્થળે થતી જાતીય સતામણી આધિનિયમ-2013 અંતર્ગત સમગ્ર જિલ્લામાં થયેલા કેસો અંગે, દહેજ પ્રતિબંધક અધિનિયમ-1961, ઘરેલું હિંસા અધિનિયમ – 2005 અંતર્ગત ઘરેલું હિંસા કોને કેહવામાં આવે છે?, આ કાયદા હેઠળ કોણ મદદ કરી શકે? કાયદા હેઠળ પીડિત મહિલાને સુરક્ષા, રેહઠાણ, નાણાકીય રાહત અને ભરણ પોષણ, બાળકનો કબજો, વળતર અને વચગાળાનાં હુકમ તથા કામકાજના સ્થળે થતી જાતીય સતામણી કાયદા તથા દહેજ પ્રતિબંધક અધિનિયમ-1961 અંગે અંગે વિસ્તૃત સમજ પૂરી પાડી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન મહિલાઓને પ્રિ-મેરેજ અને પોસ્ટ મેરેજ અંગે, વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુન: લગ્ન આર્થિક સહાય યોજના, મહિલા સ્વાવલંબન યોજનાઓ, મહિલાલક્ષી વિવિધ હેલ્પસેન્ટર પૈકી પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર, સખી વન સ્ટોપ સેન્ટર, શક્તિ સદન(સ્વધાર ગૃહ), વિવિધલક્ષી મહિલા ક્લ્યાણ કેન્દ્ર, બેટી બચાવો, બેટી પઢાવો યોજના, 181 અભયમ હેલ્પલાઈન અંગે વિશે જાણકારી આપી ઉપસ્થિત તમામને સંકટ સખી એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવી હતી. આ સેમિનારમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી ફરજાનાબાનુ ખાન, આણંદ જિલ્લા પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેેલર શબનમબેન, સખી વન સ્ટોપ સેન્ટીરના કેસવર્કર હિનાબેન, 181 મહિલા અભયમ હેલ્પલાઈનના કાઉન્સેલલર બીનાબેન, એન.એસ.પટેલ કોલેજના સમાજશાસ્ત્ર પ્રાધ્યાપક હિનાબેન ગજ્જર, ફિલ્ડ ઓફિસર એફ.ડી.સોલંકી, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીનો તમામ સ્ટાફ, ડી.એચ.ઈ.ડબલ્યુનો સ્ટાફ, 181 અભયમ હેલ્પલાઈન કાઉન્સેરલર તથા કોલેજના પ્રોફેસર રેચલ મેકવાન અને મોટી સંખ્યામાં કોલેજની વિદ્યાર્થીની ઉપસ્થિત રહ્યાં હતા.

Most Popular

To Top