હાલોલ તા.૭
સમગ્ર દેશભરમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં ગુજરાત રાજ્ય ખાતે પણ તારીખ ૧૫/૦૧/૨૦૨૪ થી ૧૪/૦૨/૨૦૨૪ સુધી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરી માર્ગ સુરક્ષા સલામતીના કાર્યક્રમો તેમજ ટ્રાફિક જાગૃતિના કાર્યક્રમમાં યોજી જાહેર જનતાને જાગૃત કરવામાં આવી રહી છે જે અંતર્ગત પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી અને પાવાગઢ પોલીસ મથકના પી.એસ.આઇ આર.જે જાડેજાના માર્ગદર્શન હેઠળ પાવાગઢ ખાતે પણ પાવાગઢ પોલીસ દ્વારા માર્ગ સલામતી માસ અંગેના માર્ગ સુરક્ષા સલમતીના કાર્યક્રમ યોજી ટ્રાફિક નિયમન અંતર્ગત વિવિધ જાગૃતિના કાર્યક્રમમાં કરવામાં આવી રહ્યા છે જેમાં આજે બુધવારે પણ પાવાગઢ પોલીસ મથકના પોલીસ કર્મચારી સુનિલભાઈ શર્મા સહિતના પોલીસ કર્મચારીઓ દ્વારા પાવાગઢની તળેટીમાં આવેલ ચાંપાનેર ગામની શ્રી મહાકાળી પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓને તેમજ એસપીસીના બાળકોને ટ્રાફિક નિયમોને લગતી વિવિધ સુરક્ષા સલામતી માહિતી આપવામાં આવી હતી તેમજ કઈ ઉંમરે વાહન ચલાવાય, ડ્રાયવિંગ લાઇસન્સ કેવી રીતે મેળવી શકાય કઈ ઉંમરે મેળવી શકાય,તેમજ હેલ્મેટના ફાયદા હાઇવે રોડ પર તેમજ અન્ય રોડ રસ્તાઓ પર વાહનો ચલવવા અંગેના નિયમો અને કાયદા સહિતની જાણકારી આપવામાં આવી હતી તેમજ વિવિધ ટ્રાફિક નિયમોનું ભંગ કરનાર સામે કેવી દંડનીય અને કાયદાકીય કાર્યવાહી કરાય તે અંગેની માહિતી વિદ્યાર્થીઓ સહિત પોલીસના એસપીસીના બાળકોને આપી જાગૃત કરવામાં આવ્યા હતા.
પાવાગઢ પોલીસ દ્વારા ચાંપાનેર ખાતે ટ્રાફિક જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો
By
Posted on