Charchapatra

સુરતથી અયોધ્યા સુધીની વિમાની સેવા શરૂ થવી જોઈએ

સુરત એરપોર્ટને ઓફીશ્યલી ઇન્ટરનેશલનો દરજ્જો મળ્યા બાદ સરકારી ગેઝેટમાં પ્રસિધ્ધ થઇ ગયું જે ‘ગુજરાતમિત્ર’ અખબારમાં સૌ પ્રથમ સમાચાર પ્રસિધ્ધ થયા હતા. જાણી ઘણી ખુશી થઇ. આવનારા દિવસોમાં દિનપ્રતિદિન નવી ફલાઇટો શરૂ થાય તેની વિગત પણ ‘ગુજરાતમિત્ર’માં  પ્રસિધ્ધ થઇ હતી. સુરતથી વિદેશની સીધી ફલાઇટ સુરતના હીરાના વેપારીઓ માટે તેમજ સુરતીને હરવા ફરવા માટે પણ ઘણી સુવિધા સાથે સફળ રહેશે. 22 જાન્યુઆરીના રોજ વડા પ્રધાનના હસ્તે અયોધ્યામાં ભવ્ય રામ પ્રતિષ્ઠા થઇ. જેમાં શ્રધ્ધાળુઓનો મેળો દરેક શહેરોમાંથી ઉમટી પડયો છે. રેલવે દ્વારા પણ  લોકો જાય છે. રેલવેનું બુકીંગ પણ બે મહિના સુધી ફુલ થઇ ગયું છે.

અમદાવાદથી સીધી ફલાઇટ અયોધ્યાની શરૂ કરી દેવામાં આવી છે. બીજાં અનેક શહેરોથી સીધી ફલાઇટ અયોધ્યા શરૂ થઇ ચૂકી છે તો દર્શનાબેન તેમજ સી.આર. પાટીલને વિનંતી કે સુરતથી પણ અયોધ્યા સીધી ફલાઇટ શરૂ કરવામાં આવે તો શ્રધ્ધાળુઓને જવામાં સરળતા  મળશે. સુરત ડુમસ ઇન્ટરનેશનલ એરપોર્ટની શાન ઘણી સુંદરતા અને ભવ્યતાથી સુશોભિત થઇ ખીલી ઊઠે છે. આશા છે કે હવે તેમાં થોડા મીટરનો રનવે ઘટે છે, જે પણ સફળતાપૂર્વક સરકાર આ કામ પાર પાડશે. જેથી આવનારા દિવસોમાં વિદેશ જવા માટેના પ્લેનો પણ આવી શકે.
સુરત     – ચેતન અમીન- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

સૂર્યોદય યોજનાથી સુરતને લાભ
કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટ સંદર્ભમાં સૂર્યોદય યોજના હેઠળ એવી જાહેરાત કરી હતી કે સુરતમાં પાંચ લાખ ઘરો પર સોલાર પેનલ ફિટ કરાશે. અમે દેશના 1 કરોડ ઘરો પર સોલાર પેનલ મુકાશે. પેનલના દેશના કુલ ઉત્પાદનમાં સુરતનો હિસ્સો 60 ટકા છે જેને પરિણામ સ્વરૂપ સુરતને 75 હજાર કરોડનો બિઝનેસ મળવાની આશા ઉદ્દભવી છે. આ યોજના અનુસાર સોલાર પેનલ ધારકોને 300 યુનિટ સુધી ફ્રી વીજળી મળશે એવી નાણાંમંત્રીએ જાહેરાત કરી હતી.
સુરત              –  રાજુ રાવલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top