આણંદ તા.4
આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકા જાહેર કરતાં જ સમગ્ર પંથકમાં આનંદનું મોજુ ફરી વળ્યું છે. પરંતુ આ જાહેરાત બાદ કમિટિની રચના કરવામાં આવશે. આ કમિટિ મહાનગરપાલિકાનું સીમાંકન કરશે. જેમાં ક્યા વિસ્તાર ભેળવવા ? ક્યો વિસ્તાર ન ભેળવવો ? તે મુદ્દો અગત્યનો રહેશે. જેમાં પ્રબુદ્ધ નાગરિક, રાજકીય નેતા સહિતનો સમાવેશ થશે. જોકે,આ કમિટિમાં પોતાનો સમાવેશ થાય તે માટે કેટલાક નેતાઓએ ગાંધીનગર દોડધામ શરૂ કરી દીધી છે.
આણંદ મહાનગરપાલિકા જાહેર થતાં જ સૌથી વધુ અગત્યનો મુદ્દો તેના સીમાંકનને લઇને છે. વિધાનસભામાં જાહેરાત બાદ હજુ સીમાંકન નક્કી નથી. આથી, એક ખાસ કમિટિ બનાવવામાં આવશે. આ કમિટિમાં સ્થાનિક રાજકીય નેતા, ડેવલપર્સ, ટાઉનપ્લાનીંગ એક્સપર્ટ સહિતના સભ્યો હોય છે. જે મહાનગરપાલિકાની હદ નક્કી કરે છે. જોકે, તેના માટે પ્રજાજનોનો અભિપ્રાય પણ લેવામાં આવે છે. આ પ્રક્રિયા ચારથી છ માસ સુધી ચાલશે. અલબત્ત, આ કમિટિમાં સભ્ય બનવું એ ગૌરવપ્રદ બાબત હોવા ઉપરાંત મહત્વની પણ બની રહે છે. આથી, તેમાં સભ્ય બનવા માટે લોબીંગ શરૂ થઇ ગયું છે અને આ કમિટિ જાહેર થતાં જ જોવા મળશે.
આણંદ મહાનગરપાલિકાના સિમાંકનની રૂપરેખા માટે કમિટિની રચનાનાે ધમધમાટ
By
Posted on