મોટા ભાગના માલેતુજારો દેખાડામાં સમાજમાં વાહ વાહ કરવા ભોજન સમારંભોમાં વિવિધ વ્યંજનોની ભરમાર દરેક વાનગીના અલગ સ્ટોલ, માત્ર ચાખવા ખાતર દરેક સ્ટોલમાં એક એક ડીશનો ઓર્ડર આપી નથી ભાવતું કરીને આખી ડીશ ડસ્ટબીનમાં પધરાવી દે છે. કેટલીક વાર ભોજનમાં ભાવતી અને ગમતી વ્યંજનો વધુ પડતી છલકાય એટલો ખોરાક ભરી દે છે. દરેક વ્યકિતની લીમીટ હોય જ છે. પાંચ છ આઈટમ ચાખવા કે ખાધા પછી સ્વાભાવિક રીતે વધે છે. દાખલા તરીકે મીઠાઇ, ફરસાણ, ભજીયાં વગેરે. તો આવી આઇટમો ખાસ કરીને પ્રથા હોય છે. તેને સૌરાષ્ટ્રમાં બદલો કહેવામાં આવે છે. એક નવયુવાન તાડછાને ટોપલો લઈને કોરી આઇટમો ભેગી કરી ભિક્ષુક ગૃહમાં આપી આવે છે તે જ ખરું દાન.
સુરત – અનિલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ખરું દાન
By
Posted on