તાજેતરમાં વડોદરાના હરણી વિસ્તારના લેકઝોન બોટ દુર્ઘટનામાં ન્યૂ સનરાિઝ સ્કુલના 12 બાળકો અને બે શિક્ષકોના મોત નીપજયા છે. આ હોનારતમાં બોટમાં ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડવામાં આવ્યું હોવાનું અને લાઇફ જેકેટ તમામને પહેરાવ્યા ન હોવાનું પણ બહાર આવવા પામ્યું છે અને અકસ્માત સર્જાય તો બચાવના કોઇ સાધનો ન હોવાનું અને તળાવ કિનારે જીવન રક્ષક તરવૈયા પણ ન હોવાનું બહાર આવવા પામ્યું છે. એક અહેવાલ અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં હોડી (બોટો અકસ્માતની 39 ઘટનાઓમાં 65 લોકોએ જીવ ગુમાવ્યા છે.
આવી દુર્ઘટના બને ત્યારે તપાસ દરમ્યાન જે ખામીઓ બહાર આવે તે લક્ષમાં લઇ તુર્ત જ યોગ્ય ઘટતા પગલાઓ લેવામાં આવે અને તેનું ચૂસ્તપણેઅમલ થાય છે કે કેમ તે અંગે તંત્રની દેખરેખ ગોઠવવામાં આવે તો ચોક્કસપણે આવી દુર્ઘટના બનતી અટકાવી શકાય. પરંતુ જયાં તંત્રની દેખરેખ ના હોય અને પૂરતા નિયમોનું ચૂસ્તપણે પાલન થતું ન હોય ત્યારે નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. ગુજરાતમાં હોડી (બોટ) અકસ્માત ડૂબવાના બનવો વધવા પામ્યા છે ત્યારે આવા બનાવો બનતા અટકાવવા અર્થે એક અલાયદુ કાયમી સુવ્યવસ્થિત તંત્ર ઉથુ કરવાની અને કડક નક્કર અને અસરકારક પગલાઓ લેવાની અને આવી દુર્ઘટનામાં જે કોિએ બેદરકારી દાખવી હોય તેમના ઉપર પણ ઉદાહરણરૂપ પગલાઓ લઇ દાખલો બેસાડવાની તાતી જરૂરી છે.
પાલનપુર – મહેશ વી. વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સમજો કે તમારું કશુ નથી
તાજેતરમાંએક બોધ દાયક વાર્તા વાંચવામાં આવી જેમાં એક રાજા ચિંતનશીલ હતો રાતના ઉંઘતી વખતે તેને વિચાર આવ્યો કે મારી પાસે શું નથી અને તે વિચારને તેણે પંકિત્ઓ રચી દિવાલ પર ઉતાર્યો મારી પાસે યુવા સૌંદર્યવાન કેટલી બધી રાણીઓ છે. ચાકરો સેવકોનું લાવ લશ્કર છે. વિશાળ રાજ્ય છે અનેક મહેલો છે તેના દ્વારે હાથીઓ ઘોડાઓ અને રથોનો વિશાળ કાફલો છે આટલી પંકિત્ઓ લખી વધુ નહી સુઝતા તેની પૂર્તિ નહિ કરી શકતા પૂર્તિ સવારે કરીશ વિચારી ઊંઘી ગયા રાજા તેજ રાત્રીએ તેમના મહેલમાં ચોરી કરવા એક ચોર પ્રવેશ્યો તેની નજર દિવાલ ઉપર લખાયેલી અધૂરી પંક્તિઓ પર પડી ચોર પણ મનનશીલ હોય તેને તેની પૂર્તિ કરવાનુ સુઝતા તેણે તેમ કરતાં નીચે પંકિતઓ ઉમેરતા લખ્યું ‘હે રાજન તમારી બંન્ને આંખો મિંચાતા આમાંનુ તમારુ કશુ જ નથી. ‘આમ ઉપરોકત રચનાની પૂર્તિ રાજાને જ નહિ આપણા સૌને પણ ઘણુ બધુ સમજાવી જાય છે એક નાનકડી વાર્તા પણ કયારેક મોટી મોટી કથાઓકરતા પણવિશેષ બોધ દાક બની રહેતી હોયછે.
નવસારી – ગુણવંત જોષી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.