વડોદરા તા.30
એમએસ યુનિવર્સિટીની પોલી ટેકનીક કોલેજમાં પાંચમા અને છઠ્ઠા સેમેસ્ટરની એટીકેટીની લેવાયેલી પરીક્ષાને ત્રણ મહિના ઉપરાંતનો સમય વીતી ગયો છતાં પણ આજ દિન સુધી પરિણામ જાહેર કરવામાં નહીં આવતા વિદ્યાર્થી વિકાસ સંઘ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ફરી એક વખત પરિણામો જાહેર કરવામાં નહીં આવતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે વિદ્યાર્થી સંગઠન દ્વારા ઉગ્ર વિરોધ કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર એમ એસ યુનિવર્સિટી ની પોલિટેકનિક કોલેજમાં છઠ્ઠા સેમેસ્ટર ની પરીક્ષા દિવાળી વેકેશન પૂર્વે ઓક્ટોબરમાં લેવાઈ હતી તેમજ પાંચમા સેમેસ્ટરની પરીક્ષા નવેમ્બરમાં લેવાઈ હતી. આ પરીક્ષા લેવાયાના 100 દિવસ જેટલો સમય થઈ ગયો છે તેમ છતાં પણ એટીકેટી ની પરીક્ષા ના પરિણામ આજ દિન સુધી જાહેર કરવામાં આવ્યા નથી. ત્યારે વિદ્યાર્થી વિકાસ સંગ્રહ પ્રમુખ પાર્થ પંડ્યાની આગેવાની હેઠળ કાર્યકર્તાઓએ એકત્ર થઈ પોલિટેકનિક કોલેજ ખાતે ભારે સૂત્રોચારો વચ્ચે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તો બીજી તરફ પ્રિન્સિપાલ ઓફિસમાં હાજર ન હોય વિદ્યાર્થીઓએ ફ્લોર પર બેસી જઈ રામધૂન બોલાવી હતી તેમજ પ્રિન્સિપાલ ઓફિસના દરવાજે આબેદનપત્ર ચોંટાડી વિરોધ દર્શાવ્યો હતો. વિદ્યાર્થી અગ્રણીએ જણાવ્યું હતું કે પોલિટેકનિક ના ઇતિહાસમાં પરિણામ જાહેર કરવામાં આટલો વિલંબ કદી થયો નથી. પરિણામ જાહેર નોંધ થવાના પરિણામે આ ડિપ્લોમા ફાઇનલ યરના વિદ્યાર્થીઓ બેરોજગાર બેઠા છે અને નોકરી નથી મેળવી શકતા. જેનું કારણ યુનિવર્સિટીની બેદરકારી છે. અમારી માગણી છે કે તાત્કાલિક ધોરણે પરિણામ જાહેર કરવામાં આવે.
પોલિટેક્નિકમાં 5 અને 6 સેમેસ્ટરનાએટીકેટીના પરિણામોમાં વિલંબ
By
Posted on