વડોદરા,તા.01
એસઓજી પોલીસે આરોગ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને શહેરના જુદા જુદા ચાર વિસ્તારોમાં ઉભા રહેલા ચા- નાસ્તા, પડીકીના ગલ્લા અને સેવઉસળની લારીઓમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતું. વેપારીઓ દ્વારા વેચાતા ખાદ્ય પદાર્થોમાં નશાકારક દ્રવ્યની મિલાવટ કરવાના આવે છે કે નહિ તે બાબતેની તપાસણી કરી સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેના કારણે વેપારીઓમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો. જો કોઈ ખાદ્ય પદાર્થ માંથી બિન આરોગ્ય પદ કે નશાકારક વસ્તુનું પ્રમાણ જણાશે તો વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.
શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી યુનિવર્સિટી, કોલેજ, શાળાઓની આજુબાજુ ઉભા રહેતા વેપારીઓ દ્વારા લારી-ગલ્લા ઉપર ખાણીપીણીની વસ્તુઓ વેચવામાં આવતી હોય છે. જેમાં ખાસ કરીને ચા અને પાનના ગલ્લા તેમજ સેવ ઉસળની લારીઓ ખાતે ઘણીવાર વિદ્યાર્થીઓ અને લોકો મોટી સંખ્યા ભેગા થતા હોય છે. વેપાઈઓને ખાદ્ય પદાર્થોમાં રૂપિયા કમાવવાની લાલચમાં અને તેમનું વેચાણ વધારે થાય તેવા આશયથી કોઈ નશાકારક પદાર્થનો ઉમેરો કરવામાં આવે છે કે નહિ તે બાબતેની તપાસ કરવા માટે એસ ઓ જી પોલીસ દ્વારા પાલિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઝોનમાં અલગ અલગ ફૂડ ઇન્સ્પેક્ટરને સાથે રાખીને l ચેકિંગ કરવામાં આવ્યું છે. દરમિયાન એમ એસ યુનિવર્સિટી નજીક ડેરી ડેન સર્કલ પાસે આવેલા ખેતલાઆપા ટી સ્ટોલ, કીર્તિસ્થંભ મહાકાળી સેવ ઉસળની દુકાન, બગીખાના બરોડા હાઇસ્કુલ, અમિત નગર અને સોમા તળાવ વિસ્તારમાં ઉભી રહેતી ખાણીપીણીની લારીઓમાં ચેકિંગ કરીને ખાદ્ય પદાર્થોના નમુના લઇ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે. આગામી દશેક દિવસમાં રિપોર્ટ આવી ગયા બાદ જો કોઈ જગ્યાએથી વાંધાજનક તેમજ બિન આરોગ્યપ્રદ પદાર્થ કે કોઈ નશાકારક દ્રવ્યનું મળી આવશે તો આવા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
એસ ઓ જી પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સેવઉસળ તથા ચાની દુકાનો પર દરોડા..
By
Posted on