આણંદ । ધ ન્યુ ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટ, વાસદ સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન માં બી.સી.એ તથા બી.એસ.સી.આઈ. ટી. ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે “TechNerve -2024” સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વેબપેજ ડિઝાઇન , કોડ ડિઝાઇન તથા એરર સોલવીંગ જેવા ટાસ્ક આપવામાં આવ્યા હતા. ટેક્નિકલ સ્પર્ધાનો મુખ્ય ઉદેશ્ય વિદ્યાર્થીઓમાં ટેક્નિકલ સ્થિરતા લાવવાનો તથા ટેક્નોલોજી માં રસ કેળવવાનો હતો.એમાં 27 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાંથી પ્રથમ વિજેતા તીર્થ પટેલ(BCA), દ્વિતીય ક્રમે વિવેક પરમાર (BCA) તથા અંજની મોહિતે (B.ScIT) અને તૃતીયા ક્રમાંક પર કાવ્યા મંકોડી(BCA) તથા ઉદય દહકે(B.ScIT) રહ્યા હતા. આ સ્પર્ધા નું સંચાલન પ્રૉ ચાંદની પટેલ તથા પ્રૉ અમિત પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ભાગ લેવા બદલ સંસ્થાના ચેરમેન , સેક્રેટરી , ટ્રસ્ટી મંડળ, આચાર્ય તથા વિધાગીય વડા એ સૌનું અભિવાદન કર્યું હતું..
સ્વીકા ખાતે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ‘TechNerve -2024’ સ્પર્ધા યોજાઇ
By
Posted on