બોરસદ, તા.28
સ્પર્ધાત્મક પરીક્ષાઓની પૂર્વ તૈયારીઓ માટે બોરસદમાં સેવાભાવી આગેવાનો દ્વારા નવતર અભિગમ સાથે વિનામૂલ્યે શિક્ષણ વર્ગનો પ્રારંભ કરાયો હતો. રવિશંકર મહારાજ શિક્ષણ વર્ગના પ્રારંભ કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત વિધાનસભા ગૃહના નાયબ મુખ્ય દંડક અને બોરસદ ધારાસભ્ય રમણભાઈ સોલંકી, પેટલાદ તાલુકા શિક્ષણ સંઘના પ્રમુખ સુરેશભાઈ ઠાકોર, ડૉ.મનિષભાઈ ઠાકોર, મિતેષભાઇ ઠાકોર જશુભા ઠાકોર, નોટરી એડવોકેટ અશોકભાઈ ઠાકોર વગેરેએ પ્રેરણારૂપ માર્ગદર્શન આપ્યું હતું. શિક્ષણ વર્ગમાં જોડાયેલા શિક્ષિત યુવાવર્ગને એકલવ્ય સેવા ઉત્કર્ષ મંડળના પ્રમુખ વીરાભાઇ બામણીયા તરફથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેના પુસ્તકો ભેટરૂપે આપવામાં આવ્યા હતા.
સમગ્ર આણંદ જિલ્લામાંથી ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનો, સમાજ હિતેચ્છુ દાતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રકાશભાઈ ઠાકોર નિસરાયા, દિલિપભાઈ ઠાકોર રાવણાપુરા, અનીલભાઈ ઠાકોર સુરકુવા વગેરે દ્વારા કરવામાં આવેલ હતું.