Business

વડોદરાનાં ન્યુ વીઆઇપી રોડ પર પૂર્વ કોર્પોરેટર દાદુ ગઢવીના પુત્ર સહિત 3 લોકો પર હુમલો

કારમાં ખેડૂતને આપવાના મુકેલા રોકડા રૂપિયા 5.41 લાખની લૂંટ કરાઈ હોવાનો આક્ષેપ


ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી અનુપ ઉર્ફ પપ્પુ ગઢવી સહિત છ લોકો દ્વારા તલવાર ચાકુ અને લાકડીથી હુમલો કરાયો, 6 સામે ગુનો દાખલ


વડોદરા તા.27
શહેરના ન્યુ વીઆઈપી રોડ પર રહેતા પૂર્વ કોર્પોરેટરના પુત્ર સાથે અગાઉના ઝઘડાની અદાવત રાખી ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી અનુપ ઉર્ફે પપ્પુ ગઢવી સહિત છ લોકોએ તલવાર ચાકુ અને લાકડી વડે હુમલો કર્યો હતો. જેમાં છોડાવવા પડતા પૂર્વ કોર્પોરેટરના પુત્રના ભાઈ પર પણ હુમલો કરાયો હતો ઉપરાંત ઓડી ગાડીને નુકસાન કરી તેમાં મુકેલા 5.41 લાખની લૂંટ ચલાવી હતી. પૂર્વ કોર્પોરેટર ના પુત્રોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘવાયેલા યુવકે બાપોદ 6 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.
શહેરના ન્યુ વીઆઇપી રોડ પર આવેલી પૂજા પાર્ક સોસાયટીમાં રહેતા પૂર્વ કોર્પોરેટર દાદુ ગઢવીના પુત્ર મનુ દાદુભાઈ ગઢવીએ ફરિયાદ નોધાવી છે કે હાલ મારી સાઈ પેરામાઉન્ટ નામની સાઇટ વારસીયા રીંગ રોડ મોતીનગર ખાતે ચાલે છે. 26 જાન્યુઆરીના રોજ સવારે હુ મારી ઓડી કાર લઈને બીજી સાઈટ કૉટંબી ખાતે ચાલતી હોય રૂપિયા 5.41 લાખ સાઇ ઇન્ડ સ્ટ્રીયલના ખેડુતને આપવાના હતા. જેથી થેલીમાં લઈ ગયો હતો. ત્યારે મારા ફોઈના દિકરા કમલેશ ગઢવીએ ફોન કરી જણાવ્યું હતું કે મારી દુકાન ઉપર ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી અનુપ ગઢવી તથા લાખા ગઢવી તથા હરીશ ઉર્ફે ભાયો ગઢવી આવ્યાં છે અને ત્રણેવ જણા તારા કટકા કરી નાખીશ અને જાનથી મારવાની ધમકી આપે છે જેથી હુ કાર લઈ ખોડીયારનગર રોડ ઉપર આવેલી સિધ્ધાર્થ ક્યુબમા ભગવતી ડેરી નામની તેની દુકાને ગયો હતો. ત્યારે લાખા ગઢવી ત્રણ રસ્તા પાસે ઉભા હતા અને કારમાથી ઉતરતાની સાથે લાખાભાઈ પથ્થર તેના હાથમા લઇ મને મારવાની કોશીશ કરી હતી બાદમાં તેઓનો દિકરો અનુપ ઉર્ફે પપ્પુ ગઢવી તથા તેનો ભાઇ હરીશ ઉર્ફે ભાયો ગઢવી, નગીન ભરવાડ,કાનો ભરવાડ,કાળુભાઈ તથા બીજા ચારથી પાચ ભરવાડો આવ્યા હતા અને મને તુ અમારા વિરુધ્ધમા પોલીસમા બહુ ફરીયાદો કરે છે આજે તો તને પતાવી દેવાના છે તેમ કહી મારી સાથે ઝપાઝપી કરતા અને મારા કાકાના દિકરા વિપુલભાઈ શામળભાઈ ગઢવી,ફોઇનો દિકરો કમલેશ રાયખા ગઢવી,મારા નાના ભાઈ નરસિંહ દાદુ ગઢવી તથા પ્રવિણ દાદુ ગઢવી આવ્યાં હતા ત્યારે પપ્પુ ગઢવીએ તેના તલવારથી હુમલો કર્યો છે. વિપુલ ગઢવી મને બચાવવા વચ્ચે પડતા તેમના પર પણ અનુપ ગઢવીએ તલવારથી, હરીશ ઉર્ફે ભાયોગઢવીએ ચપ્પુથી હુમલો કર્યો હતી. મને ચક્કર આવતા હું નિચે પડી ગયો હતો. ઉપરાંત અનુપ ગઢવીએ મારા નાના ભાઈ નરસિંહભાઈને માથામાં પાછળ ઉપરના ભાગે તલવારનો ઘા માર્યો હતોજ્યારે નગીન ભરવા ડે ખોળીવાળી લાકડી મારી હતી. મારી ઓડી કારના પાછળના ગ્લાસ તોડી થેલીમાં મુકેલ રોકડા રૂપિયા 5.41લાખની લુટ કરી હતી. મને તથા મારા ભાઇ વિપુલને ગંભીર રીતે ઇજા પહોંચી હોય સારવાર માટે કલાવતી હોસ્પીટલમાં ખસેડ્યા હતા. જેથી પોલીસે અનુપ ઉર્ફે પપ્પુ લાખા ગઢવી,હરીશ ઉર્ફે ભાયો લાખ ગઢવી, લાખા ગઢવી, નગીન ભરવાડ કાનો ભરવાડ અને કાળુ મળી 6 લોકો સામે ગુનો દાખલ કર્યો છે.

Most Popular

To Top